કુમારસ્વામીના સંબંધી MLA નારાજ: જેડીએસનાં ટેન્શમાં થયો વધારો

કુમારસ્વામી મુખ્યમંત્રી પદનાં દાવેદાર હોવાનાં નિર્ણય બાદ તેમનાં સંબંધિત ધારાસભ્યો નારાજ છે

કુમારસ્વામીના સંબંધી MLA નારાજ: જેડીએસનાં ટેન્શમાં થયો વધારો

નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભા શક્તિ પરીક્ષણ પહેલા ફુલ ડ્રામા ચાલી રહ્યો છે. તમામ પક્ષો પોતાનાં હક્કમાં નંબર હોવાનો દાવો કરી રહી છે. જો કે બહુમતી કોની પાસે છે, તેનો નિર્ણય સાંજે 4 વાગ્યે થઇ જશે. જો કે તેણે પહેલા જનતા દળ સેક્યુલરનાં માટે તિંતા વધારવા માટેનાં સમાચાર છે. સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે કુમાર સ્વામીએ મુખ્યમંત્રી પદનાં દાવેદાર બનવાનાં નિર્ણય બાદ તેનાં એક સંબંધીઓ ધારાસભ્ય નારાજ છે. વોટિંગ પહેલા તેઓ જેડીએસનાં માટે તેઓ ટેન્શન વધારનારૂ છે. 

કુમાર સ્વામી સાથે તેમના સંબંધીઓ છે. તેઓ ભાજપનાં સંપર્કમાં હોવાનું જણાવાઇ રહ્યું છે. તેમનું માનવું છે કે, તેઓ ભાજપ સરકારમાં ડેપ્યુટી સીએમ બની શકે છે. એવામાં જ્યારે ફ્લોર ટેસ્ટ હશે તો કહેવામાં આવી રહ્યું છે કે, કુલ 6 જેડીએસનાં ધારાસભ્યો ગેરહાજર રહી શકે છે. તે અંગે કહેવાઇ રહ્યું છે કે ધારાસભ્યો હોટલમાંથી જ ભાજપનાં સંપર્કમાં હતા. 

બીજી તરફ કોંગ્રેસનો દાવો છે કે અમારી પાસે પુરતી બહુમતી છે. શક્તિપરિક્ષણમાં જીત અમારી થશે. કોંગ્રેસનાં બે ધારાસભ્યો પહેલાથી જ વિધાનસભા નથી પહોંચ્યા. આ અંગે પહેલાથઇ કહેવાઇ રહ્યું હતું કે તેઓ ભાજપના સંપર્કમાં છે. બીજી તરફ કોંગ્રેસે કહ્યું હતું કે, તેનાં તમામ ધારાસભ્યો તેની સાથે જે અને તેઓ કોંગ્રેસનાં પક્ષમાં જ મતદાન કરશે. કોંગ્રેસનો દાવો હતો કે ભાજપનાં જ એક ધારાસભ્ય સોમશેખર રેડ્ડી ગાયબ છે. 

બીજી તરફ ભાજપે કહ્યું કે, તેનાં તમામ ધારાસભ્યો તેમની સાથે જ છે. સોમશેખર રેડ્ડી કોંગ્રેસનાં બે ધારાસભ્યો આનંદ સિંહ અને પ્રતાપગૌડાને લેવા માટે ગયા છે. તેથી કોંગ્રેસે પહેલા પોતાનાં ધારાસભ્યોનું ધ્યાન રાખવાની જરૂર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news