લખીમપુર કાંડ: ભાજપ નેતા સહિત 4 લોકોની ધરપકડ, ખેડૂતોને કચડનારી કારમાં હતા સવાર

ક્રાઈમ બ્રાન્ચે સત્યપ્રકાશ પાસેથી એક લાઈસન્સી રિવોલ્વર અને 3 કારતૂસ જપ્ત કર્યા છે. લખીમપુર હિંસા સમયે સુમિત જયસ્વાલનો થારથી ભાગતો વીડિયો વાયરલ થયો હતો. 

Updated By: Oct 19, 2021, 11:36 AM IST
લખીમપુર કાંડ: ભાજપ નેતા સહિત 4 લોકોની ધરપકડ, ખેડૂતોને કચડનારી કારમાં હતા સવાર
ફાઈલ ફોટો પીટીઆઈ

લખીમપુર: ઉત્તર પ્રદેશમાં થયેલા લખીમપુર કાંડમાં કારથી ખેડૂત પ્રદર્શનકારીઓને કચડવાના આરોપમાં ક્રાઈમ બ્રાન્ચે એક ભાજપના નેતા સુમિત જયસ્વાલ સહિત ચાર અન્ય લોકોની ધરપકડ કરી છે. કહેવાય છે કે આ ઘટના સમયે સુમિત જયસ્વાલ તે જ કારમાં સવાર હતો જેનાથી ખેડૂત પ્રદર્શનકારીઓને કચડવામાં આવ્યા હતા. 

અત્રે જણાવવાનું કે સુમિત જયસ્વાલ સાથે અંકિત દાસનો મિત્ર નંદન સિંહ, સત્યપ્રકાશ અને સ્કોર્પિયો ડ્રાઈવર શિશુપાલ પણ ધરપકડ કરાયા છે. ક્રાઈમ બ્રાન્ચે સત્યપ્રકાશ પાસેથી એક લાઈસન્સી રિવોલ્વર અને 3 કારતૂસ જપ્ત કર્યા છે. લખીમપુર હિંસા સમયે સુમિત જયસ્વાલનો થારથી ભાગતો વીડિયો વાયરલ થયો હતો. 

આરોપી અંકિત દાસ પહેલેથી જ જેલમાં છે. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાનો મિત્ર અંકિત દાસ હિંસાના 24 કલાક બાદ સ્પષ્ટતા કરતો જોવા મળ્યો હતો. સુમિત જયસ્વાલનું કહેવું હતું કે ખેડૂત પ્રદર્શનકારીઓ તેમની ગાડી પર ખુબ પથ્થરમારો કરી રહ્યા હતા. આ જ કારણે અચાનક કારનું સંતુલન બગડી ગયું અને ખેડૂત પ્રદર્શનકારીઓ તેમની ઝપેટમાં આવી ગયા. 

J&K: આતંકીઓના મોઢા પર તમાચો! કાશ્મીરના વિકાસ માટે આ દેશે ભારત સાથે કરી મોટી ડીલ

નોંધનીય છે કે લખીમપુર ખીરી હિંસા મામલે તપાસ ચાલુ છે. એસઆઈટીની ટીમ આરોપી આશીષ મિશ્રાને ઘટના સ્થળે પણ લઈ ગઈ હતી જ્યાં સીન રિક્રિએટ કરવામાં આવ્યો. એસઆઈટી ટીમ આરોપીની વારાફરતી પૂછપરછ કરી રહી છે. આરોપી આશીષ મિશ્રાએ દાવો કર્યો હતો કે ઘટના સમયે તે બનવીરપુર ગામમાં હતો. ત્યાં આયોજિત દંગલ જોવા તે ગયો હતો. 

હવે ચીન બોર્ડર ક્રોસ કરી નહીં શકે, અરુણાચલ પ્રદેશમાં પહેલીવાર તૈનાત કરાઈ એવિએશન બ્રિગેડ

અત્રે જણાવવાનું કે હિંસા બાદ લખીમપુર રાજકારણનો અખાડો બની ગયું હતું. પ્રિયંકા ગાંધીથી લઈને રાહુલ ગાંધી લખીમપુર પહોંચ્યા હતા. આ બધા વચ્ચે યુપીના સીતાપુરમાં કલમ 144ના ભંગ બદલ પ્રિયંકા ગાંધીની ધરપકડ પણ કરવામાં આવી હતી. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ લખીમપુર પહોંચ્યા હતા. આ નેતાઓએ કેસની તપાસમાં પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનું રાજીનામું માંગ્યું હતું. જો કે ભાજપ લખીમપુર કેસની નિષ્પક્ષ તપાસનો દાવો કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube