રાહુલ ગાંધીએ મોદી સામે તાક્યું નિશાન, અવળી દિશામાં ફૂટી બંદૂક

'મોદી' ટાઇટલવાળા લોકોને ખોટા ગણાવતાં ઇંડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ ચેરમેન લલિત મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાના પર લીધા છે. ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં લલિત મોદીએ રાહુલ ગાંધીને કોઇપણ જગ્યાએ ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે.

રાહુલ ગાંધીએ મોદી સામે તાક્યું નિશાન, અવળી દિશામાં ફૂટી બંદૂક

નવી દિલ્હી: 'મોદી' ટાઇટલવાળા લોકોને ખોટા ગણાવતાં ઇંડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ ચેરમેન લલિત મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાના પર લીધા છે. ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં લલિત મોદીએ રાહુલ ગાંધીને કોઇપણ જગ્યાએ ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે. લલિત મોદીએ લખ્યું કે રાહુલ ગાંધીને અચાનક બધા 'મોદી' ખોટા દેખાઇ રહ્યા છે. કેમ તે ભૂલી ગયા કે તેમના પરિવારે જ લોકોને લૂંટ કરતાં શિખવાડ્યું છે. આશા રાખુ છું કે તમને તમારા નાના અને દાદી યાદ હશે.'

આ પોસ્ટ સાથે લલિત મોદીએ જવાહર લાલ નહેરૂ અને ઇન્દીરા ગાંધીનો જૂનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. આ ફોટામાં ઇન્દીરા ગાંધી અને જવાહર લાલ નહેરૂ મોદી પરિવારના સભ્યો સાથે દેખાઇ રહ્યા છે. 

 

U @rahulgandhi have suddenly decided all Modi’s are crooks. Least u forget it was your family that invented #looting #public #money. I hope u remember your great grand father and grand mother - the pictures above speak for themselves. The Modi Family has contributed immensely in building our nation. my grandfather dedicated his life to the poor and built a large empire - as i said i was BORN WITH A DIAMOND SPOON IN MY MOUTH - from his hard work unlike u. i too have done my bit with @iplt20 for the nation. so just 🤐 it @rahulgandhi - atleast grow up. happy to debate u anytime. name the time and date and channel. lets talk about your #credentials and mine. what i have achieved the #world knows. only God knows why you are where u are. oh i forgot its your #surname @rahulgandhi #Gandhi 😂. #jai-hind 🙏🇮🇳

A post shared by Lalit Modi (@lalitkmodi) on

લલિત મોદીએ લખ્યું કે 'મારા દાદાએ પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું. હું કહું છું કે હું મોંઢામાં ચાંદીની ચમચી લઇને જન્યો છું, પરંતુ તેમની મહેનતના કારણે. હું પણ દેશ માટે IPL ના માધ્યમ દ્વારા થોડું કામ કર્યું છે. રાહુલ ગાંધી સાથે ગમે ત્યારે ડિબેટ કરવા માટે તૈયાર છું. જગ્યા, તારીખ અને ચેનલ તે નક્કી કરી શકે છે. મેં જે એચીવ કર્યું છે તે બધા જાણે છે પરંતુ ભગવાન જ જાણે છે કે તમે ક્યાં છો.'

અત્રે ઉલ્લેખનીય છે કે IPL ના પૂર્વ ચેરમેન લલિત મોદી મની લોંડ્રિગ કેસમાં ભાગેડૂ છે. ઇડીએ ચેન્નઇ પોલીસની ફરિયાદના આધારે લલિત મોદી અને અન્ય વિરૂદ્ધ મની લોડ્રિંગ કેસ દાખલ કર્યો હતો. મોદી પર 2009માં T-20 ક્રિકેટ ટૂર્નામેંટની ઓવરસીઝ ટેલિકાસ્ટ રાઇટ્સ આપવામાં કૌભાંડ કરવાનો આરોપ છે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘણીવાર સાવર્જનિક મંચ પરથી નીરવ મોદી અને લલિત મોદીનું નામ લઇને મોદી સરકાર પર હુમલો કરી ચૂક્યા છે. થોડા દિવસો અગાઉ રાહુલ ગાંધીએ પોતાના એક ટ્વિટમાં 'મોદી' ટાઇટલને ભ્રષ્ટાચાર સાથે જોડ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news