જાણો ભાષણ વચ્ચે જ મોદીએ પુર્વ IAS અધિકારીને ઉભા કર્યા

આઇએએસમાંથી સેનિટેશન સ્પેશ્યાલિસ્ટ બનેલા પરમેશ્વરમનાં વખાણ વડાપ્રધાને મન કી બાતમાં પણ વખાણ કર્યા હતા

જાણો ભાષણ વચ્ચે જ મોદીએ પુર્વ IAS અધિકારીને ઉભા કર્યા

મોતિહારી : મહાત્મા ગાંધીનાં ચંપારણ સત્યાગ્રહ પ્રસંગે આયોજીત સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ કાર્યક્રમમાં વડાપ્રધા મોદીએ મીડિયાને કેમેરા દ્વારા એક વ્યક્તિને ફોકસ કરવા માટે કહ્યું તો દરેક વ્યક્તિ પરેશાન હતો કે તે વ્યક્તિ કોણ છે. તે વ્યક્તિ છે પુર્વ આઇએએશ અધિકારી પરમેશ્વર જી.ઐય્યર. દેશમાં સ્વચ્છતા અબિયાનને આગળ વધારવા માટે વડાપ્રધાન મોદીએ તેની સરાહના કરતા કહ્યું કે તે ઉદાહરણ છે. 

વડાપ્રધાને કહ્યું કે, પરમેશ્વરન ઐય્યરે નોકરી છોડ્યા બાદ તેઓ અમેરિકા જતા રહ્યા હતા, જો કે દેશની જરૂરિયાતને જોતા તેઓ પાછા આવ્યા અને સ્વચ્છતાનાં ક્ષેત્રમાં તેઓએ ઉદાહરણરૂપ કાર્ય કર્યું. વડાપ્રધાન તરફથી અચાનક મળેલા આ વખાણનાં કારણે પરમેશ્વરન પણ થોડા પરેશાન જોવા મળ્યા હતા. તેમણે ઉભા થઇને વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે,સરકારી અધિકારીઓ જે કામ કરે છે, સામાન્ય રીતે તે અનામ રહે છે. તે પર્દાની પાછળ કામ કરે છે, જો કે કેટલીક વાતો એવી હોય છે, જે જણાવવાનું મન કરે છે. આજે ભારત સરકારમાં અમારા સચિવ પરમેશ્વર જી અય્યર આ કામને જોઇ રહ્યા છે. તેઓ આઇએએશની નોકરી છોડીને અમેરિકા જતા રહ્યાય હતા. અમારી સરકાર બનાવવાનું કામ અમે આહ્વાન કર્યું. અમને આનંદ છે કે તેઓ અમારા આહ્વાન બાદ અમેરિકાની શાનદાર જીવનને છોડીને પરત આવ્યા છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે,તેઓ પોતે અલગ અલગ સ્થળે જઇને શૌચાલઇની સાફ સફાઇ પણ કરે છે. આજે પરમેશ્વરન જી જેવા મારા સાથી હોય અથવા દેશનાં ખુણે - ખુણેથી આવેલા હજારો સ્વચ્છાગ્રહી હોય તો મારો વિશ્વાસ દ્રઢ થઇ જાય છે કે બાપુની 150મી જયંતી મનાવશે તો તેનાં સપનાઓ પુરા કરીને રહીશું. 

IAS અધિકારીમાંથી બન્યા સેનીટેશન સ્પેશ્યાલિસ્ટ
લો પ્રોફાઇલ રહેનારા સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમનાં મુખ્ય પરમેશ્વર અય્યરને સૈનિટેશન અને પીવાનાં પાણી પ્સેશ્યાલિસ્ટ તરીકે જાણીતા છે. આઇએએસની નોકરીથી સ્વેચ્છાએ રાજીનામાં આપનારા 1981 બેચનાં યૂપી કેડરનાં અધિકારી રહેલ પરમેશ્વરનને વડાપ્રધાન મોદીને નજીકનાં અધિકારીઓમાંથી માનવામાં આવે છે, જેનાં પર તેઓ સૌથી વધારે ભરોસો કરે છે. આઇએએસથી સેનિટેશન સ્પેશ્યાલિસ્ટ બનેલા પરમેશ્વરમની વડાપ્રધાન મોદીએ ગત્ત વર્ષે ફેબ્રુઆરીમાં પોતાનાં મનનીવાત કાર્યક્રમમાં વખાણ કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news