આરજેડી વિરૂદ્ધ રસ્તા પર ઉતરી લાલૂની વહૂ, JDU ને જીતાડવાની કરી અપીલ

બિહારમાં બીજા તબક્કા માટે તમામ ઉમેદવારો જોર લગાવી રહ્યા છે. કોઇપણ ઉમેદવાર પોતાની જીત સુનિશ્વિત કરવામાં કોઇ કસર રાખવા માંગતા નથી. નેતા એકબીજા પર પર્સનલ એટેક કરવાનો મોકો ચૂકતા નથી. 

આરજેડી વિરૂદ્ધ રસ્તા પર ઉતરી લાલૂની વહૂ, JDU ને જીતાડવાની કરી અપીલ

છપરા: બિહારમાં બીજા તબક્કા માટે તમામ ઉમેદવારો જોર લગાવી રહ્યા છે. કોઇપણ ઉમેદવાર પોતાની જીત સુનિશ્વિત કરવામાં કોઇ કસર રાખવા માંગતા નથી. નેતા એકબીજા પર પર્સનલ એટેક કરવાનો મોકો ચૂકતા નથી. 

થોડા દિવસો પહેલાં જ્યાં નીતીશ કુમાર (Nitish Kumar)એ લાલૂ યાદવ (Lalu Yadav)ના પરિવાર પર જોરદાર પ્રહાર કર્યા હતા અને લાલૂની વહૂ ઐશ્વર્યા પણ પોતાના પિતા અને નીતીશ કુમારની રેલીમાં જોડાઇ હતી અને લોકો પાસે વોટ પણ માંગી રહી હતી. તો બીજી તરફ પિતા અને જેડીયૂને જીતાડવા માટે ઐશ્વર્યા પણ ચૂંટણી કરી રહી છે.  

તેમણે કહ્યું કે હું મારા પિતા માટે તમારા બધા પાસે વોટ માંગવા આવી છું. આ પરસા વિધાનસભા ક્ષેત્રના માન સન્માનની વાત છે. ''ઐશ્વર્યા રાય દરિયાપુર આવાસથી નિકળી અને દરિયાપુર બજાર પરસા ચોક થઇને દરિહરા, ટરવા ઘણા ગામડઓમાં રોડ શો કર્યો.  

આ દરમિયાન ઐશ્વર્યાએ દાવો કરતાં કહ્યું કે તેમના પિતા ચંદ્રિકા રાય પરસાથી રેકોર્ડ મતોથી વિજય થશે. તેમણે કહ્યું કે પરસાની જનતા 10 નવેમ્બરના રોજ અપમાનનો બદલો લેશે. 

તમને જણાવી દઇએ કે લાલૂ યાદવના વેવાઇ ચંદ્રીકા રાય જેડીયૂથી પરસાથી ચૂંટણી લડી રહ્યા છે. ઐશ્વર્યાએ જેડીયૂના પક્ષમાં પ્રચાર કર્યો અને લોકોને જેડીયૂને વોટ આપીને ચૂંટણીમાં જીતવાની અપીલ કરી છે. થોડા દિવસો પહેલાં નીતીશ કુમારની રેલીમાં પણ ઐશ્વર્યાએ જલદી જ રાજકારણમાં આવવાના સંકેત આપ્યા હતા. 

ઐશ્વર્યાએ મંચ પર નીતીશ કુમારના પગે પડીને આર્શિવાદ લીધા હતા અને રેલીને સંબોધિત પણ કરી હતી. હવે ઐશ્વર્યા રાયએ પોતાના જ સાસરીવાળા વિરોદ્ધ મેદાનમાં ઉતરી ગઇ છે અને આ આરજેડી માટે કોઇ પડકારથી કમ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news