પાકિસ્તાની કમાન્ડર હૈદર સહિત એલઈટીના બે આતંકી ઠાર, કુલગામના દેવસરમાં સેનાને મળી સફળતા
જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસને મોટી સફળતા મળી છે. લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
Trending Photos
જમ્મુઃ કાશ્મીરના કુલગામના દેવસરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ખતમ થઈ ચુકી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાના આ સંયુક્ત અભિયાન દરમિયાન લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠનના બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. માર્યા ગયેલા આતંકીઓમાં એક વિદેશી પાકિસ્તાનનો રહેનારો આતંકી અને એક સ્થાનીક આતંકી સામેલ છે.
કાશ્મીરના આઇજી વિજય કુમારે જણાવ્યુ કે કુલગામના દેવસના ચીયાન નામના ક્ષેત્રમાં હવેલી સવારે શરૂ થયેલી અથડામણ સમાપ્ત થઈ ગઈ છે. માર્યા ગયેલા બે આતંકીઓમાંથી એકની ઓળખ પાકિસ્તાનના હૈદરના રૂપમાં થઈ છે. તે લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠનનો કમાન્ડર હતો. અથડામણમાં ઠાર કરાયેલો બીજો આતંકી સ્થાનીક છે અને તેની ઓળખ શહબાઝ શાહ નિવાસી કુલગામના રૂપમાં થઈ છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
#UPDATE | Both the trapped terrorists killed (in the Cheyan Devsar area of Kulgam). Incriminating materials including arms & ammunition recovered. Search is underway. Further details awaited: J&K Police
— ANI (@ANI) May 8, 2022
નોંધનીય છે કે શનિવારે કુલગામ પોલીસને દેસવરના ચીયાન વિસ્તારમાં આતંકી છુપાયાની માહિતી મળી હતી. પોલીસે સેના અને સીઆરપીએફની સાથે રવિવારે સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. ત્યારબાદ આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. સુરક્ષાદળોએ મોર્ચો સંભાળ્યો અને આતંકીઓને આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ સામ-સામે ફાયરિંગ બાદ બંને આતંકીઓ મોતને ઘાટ ઉતારાયા હતા.
જમ્મુ-કાશ્મીર પોલીસે ઇન્ટરનેટ મીડિયા પર અથડામણની જાણકારી આપી છે. પોલીસે ટ્વીટ કર્યુ કે કુલગામના દેસવર સ્થિત ચીયાન નામના ક્ષેત્રમાં અથડામણ ચાલી રહી છે અને આતંકીઓનો ખાતમો કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે