યુક્રેનની સ્કૂલમાં રશિયાની સેનાનો હુમલો, 2 મૃતદેહ મળ્યા, 60 લોકોના મોતની આશંકા
રશિયા સતત યુક્રેનના અલગ-અલગ વિસ્તારને નિશાન બનાવી હવાઈ હુમલા કરી રહ્યું છે. રશિયાની સેનાએ એક સ્કૂલને નિશાન બનાવી છે. ત્યાં બોમ્બ વિસ્ફોટ બાદ આગ લાગી હતી.
Trending Photos
કીવઃ પૂર્વી યુક્રેનના લુહાન્સ્ક વિસ્તારમાં એક સ્કૂલમાં રશિયન સેનાએ બોમ્બ ધમાકો કર્યો છે. તેમાં 60 લોકોના મોત થવાની આશંકા છે. ગવર્નર સેરહી ગદાઈએ કહ્યુ કે, રશિયન સેનાએ શનિવારે બપોરે બિલોહોરીવકામાં સ્કૂલ પર એક બોમ્બ ફેંક્યો, જેથી ઇમારતમાં આગ લાગી હતી. અહીં લગભગ 90 લોકોએ શરણ લીધી હતી.
ગવર્નરે ટેલીગ્રામ મેસેજિંગ એપ પર લખ્યુ- આશરે ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવાયો, પછી કાટમાળ ગટાવવામાં આવ્યો. અહીં બે લોકોના મૃતદેહ મળ્યા છે. 30 લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા, જેમાં સાત લોકોને ઈજા થઈ હતી. ઇમારતના કાટમાળની નીચે 60 લોકોના મોતની સંભાવના છે.
રશિયાની સેનાએ સ્ટીલ પ્લાન્ટ પર બોમ્બ ફેંક્યા
તો રશિયાની સેનાએ શનિવારે દક્ષિણી યુક્રેનના ઓડેસા શહેરમાં ક્રૂઝ મિસાઇલો છોડી અને મારિયુપોલમાં એક સ્ટીલ પ્લાન્ટ પર પણ બોમ્બ ફેંક્યા હતા. વિજય દિવસ સમારોહ પહેલાં રશિયાને આ પોર્ટ પર કબજો કરવાની આશા છે. અધિકારીઓએ કહ્યું કે, પ્લાન્ટમાં બચેલી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ત્યાંથી કાઢવામાં આવ્યા છે પરંતુ યુક્રેનના જવાનો ત્યાં ફસાયેલા છે.
આ પણ વાંચોઃ Video: અંતરીક્ષમાં ગ્રહો અને તારા ગળી જતા રહસ્યમય બ્લેક હોલનો સાંભળો અવાજ, હોરર મૂવી યાદ આવશે
હજુ પણ સ્થિતિ થશે ખરાબ
યુક્રેનના નેતાઓએ ચેતવણી આપી કે 77 વર્ષ પહેલા નાઝી જર્મનીની હારનો જશ્ન મનાવવા માટે સોમવારે આયોજીત વિજય દિવસને ધ્યાનમાં રાખી હજુ પણ હુમલા થશે અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ લોકોને હવાઈ હુમલાની ચેતવણી માનવાની વિનંતી કરી છે. તો અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર યુક્રેન વિરુદ્ધ પોતાને ઉશ્કેર્યા વગર અને ક્રૂર યુદ્ધને ન્યાય યોગ્ય દર્શાવવાના પ્રયાસ માટે ઈતિહાસ સાથે છેડછાડ કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે