પહેલાં RBI હવે ચૂંટણી પછી LIC બનાવશે સરકારને માલામાલ! જાણો કેમ મળશે 3662 કરોડ

LIC Q4 Profit: ભારત સરકારને ડિવિડેન્ડની ચૂકવણી ભારતીય જીવન વિમા નિગમ (LIC) ની સૌથી મોટી શેરહોલ્ડર હોવાથી કરવામાં આવે છે. સૌથી મોટી ઇશ્યોરન્સ કંપની એક દિવસ પહેલાં 6 રૂપિયા પ્રતિ શેરના હિસાબે ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. 

પહેલાં RBI હવે ચૂંટણી પછી LIC બનાવશે સરકારને માલામાલ! જાણો કેમ મળશે 3662 કરોડ

LIC Dividend: થોડા સમય પહેલાં રિઝર્વ બેંક (RBI) દ્વારા દેશમાં નવી સરકાર માટે 2.11 લાખ કરોડ રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. હવે સરકાર માટે એક રાહતના સમાચાર છે. જી હાં એલઆઇસી (LIC) તરફથી સરકારને  3,662 કરોડ રૂપિયાના ડિવિડેન્ડની ચૂકવણી કરવામાં આવશે. ભારત સરકારને ડિવિડેન્ડની ચૂકવણી ભારતીય જીવન વિમા નિગમ (LIC) ના સૌથી મોટા શેર હોલ્ડર હોવાથી કરવામાં આવી રહ્યું છે. દેશની સૌથી મોટી ઇન્શ્યોરન્સ કંપનીએ એક દિવસ પહેલાં 6 રૂપિયા પ્રતિ શેરના હિસાબે ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી હતી. સરકાર પાસે હાલ એલઆઇસીમાં 96.5% ની ભાગીદારી છે. 

કેમ મળી રહ્યું છે ડિવિડેન્ડ
એલઆઇસી (LIC) એ નાણાકીય વર્ષ 2023-24 ની માર્ચ ત્રિમાસિક માટે નેટ પ્રોફિટમાં 2.5 ટકાનો વધારો નોધાવ્યો છે. આ સાથે એલઆઇસી (LIC) નો નફો વધીને 13,762 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ગત વર્ષની આ ત્રિમાસિકમાં એલઆઇસી (LIC) ને 12,421 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2024 ની અંતિમ ત્રિમાસિકમાં સુધારો થયો છે. ત્યારબાદ વિમા કંપની તરફથી 6 રૂપિયા પ્રતિ શેરના હિસાબે ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

13,810 કરોડની આવક
LICએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને રૂ. 2,50,923 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,00,185 કરોડ હતી. . કંપનીની પ્રથમ વર્ષની પ્રીમિયમ આવક પણ માર્ચ 2024ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં વધીને રૂ. 13,810 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 12,811 કરોડ હતી. સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે LICનો ચોખ્ખો નફો રૂ. 40,676 કરોડ હતો, જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 36,397 કરોડ હતો.

2023-24માં 4 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપ્યું
LICના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 2023-24 માટે શેર દીઠ રૂ. 6ના ડિવિડન્ડની ભલામણ કરી છે. આ શેરધારકોની મંજૂરી પર આધારિત છે. અગાઉ, કંપનીએ 2023-24માં 4 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપ્યું હતું. મોહંતીએ જણાવ્યું હતું કે વચગાળાના અને અંતિમ ડિવિડન્ડ સહિત, તે શેર દીઠ રૂ. 10 આવે છે. નાણાકીય આંકડાઓ પર, મોહંતીએ કહ્યું, '...અમારું પ્રદર્શન સારું રહ્યું છે. હવે અમે તમામ કેટેગરીમાં અમારો બજાર હિસ્સો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. તે જ સમયે, અમારું ધ્યાન વિવિધ પરિમાણો પર છે, જે સંબંધિત તમામ પક્ષો માટે વધુ સારું મૂલ્ય બનાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news