લોકડાઉન 2023: શું ભારતમાં કોરોનાને કારણે ફરીથી લોકડાઉન થશે, જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર

Lockdown In India Prediction: ચીનમાં જે રીતે કોરોના મહામારીનું જોખમ ફરી એકવાર વધી રહ્યું છે તેના કારણે સમગ્ર વિશ્વની સાથે ભારત પણ એલર્ટ થઈ ગયું છે અને એક વાર ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ભારતમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે કે કેમ, તો ચાલો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વિશે જાણકારી મેળવીએ.

લોકડાઉન 2023: શું ભારતમાં કોરોનાને કારણે ફરીથી લોકડાઉન થશે, જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર

Covid 19 Lockdown 2023 Jyotish Prediction: ચીનમાં BF7 કોરોના વેરિઅન્ટને કારણે, સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે અને તેના કારણે ફરી એકવાર કોરોના રોગચાળાનો ખતરો મંડરાવા લાગ્યો છે. વિશ્વની સાથે સાથે ભારત પણ કોરોનાનાં નવા વેરિઅન્ટને લઈને સંપૂર્ણ રીતે સતર્ક અને સાવધાન છે. નવા વેરિઅન્ટને કારણે એવો સવાલ પણ ઉઠવા લાગ્યો છે કે શું દેશમાં ફરી એકવાર લોકડાઉન થશે, તો ચાલો તમને જણાવીએ કે આ અંગે જ્યોતિષનું શું કહેવું છે?

લોકડાઉન કેવું હશે?
તમે એ વાત તો જાણતા જ હશો કે આ મહિનાની 17 તારીખે શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરશે. આ જ કારણ છે કે શનિ સંક્રમણની અસર અને શુક્ર અને રાહુની સ્થિતિને કારણે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જોકે, સારી વાત એ છે કે ગુરુ અને સૂર્યની સ્થિતિને જોતા એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, લોકડાઉન નહીં થાય. સાથે જ સૌથી મોટી વાત એ છે કે આ સમયે ગ્રહોની સ્થિતિ એવી નથી સર્જાઈ રહી જેવી કોવિડ 19ની બીજી લહેર સમયે જોવા મળી હતી. જ્યોતિષીઓ એમ પણ કહે છે કે ભલે લોકડાઉન સંપૂર્ણ રીતે લાદવામાં નહીં આવે, પરંતુ 14 ફેબ્રુઆરીના મધ્યમાં હળવા પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. જેવી રીતે ગત વર્ષે ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.

આ લોકો સાવચેત રહો
બીજીબાજુ, જ્યોતિષીઓ એમ પણ કહે છે કે 2023માં, કોરોનાનાં નવા વેરિઅન્ટની તે શહેરોમાં વધુ અસર થઈ શકે છે જે શહેરોના નામ અંગ્રેજીમાં B, M, I, G, D, N, A, Lથી શરૂ થાય છે. એટલા માટે આ શહેરોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે. આ સાથે, આ શહેરોના લોકોએ કોરોના વાયરસને લઈને વધુ સાવચેત રહેવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news