દિલ્હીમાં ફરી લાગી શકે છે Lockdown, સીએમ કેજરીવાલ કરી શકે છે જાહેરાત

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના (Coronavirus) વિકરાળ સ્વરૂપ લેતો જાય છે. રાજ્યમાં વધતાં જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખતાં અરવિંદ કેજરીવાલ સરકાર (CM Kejriwal) દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉનની જાહેરાત કરી શકે છે.

દિલ્હીમાં ફરી લાગી શકે છે Lockdown, સીએમ કેજરીવાલ કરી શકે છે જાહેરાત

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના (Coronavirus) વિકરાળ સ્વરૂપ લેતો જાય છે. રાજ્યમાં વધતાં જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખતાં અરવિંદ કેજરીવાલ સરકાર (CM Kejriwal) દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉનની જાહેરાત કરી શકે છે. આ વાતની જાહેરાત સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) કરી શકે છે. 

જાણકારોના અનુસાર કોરોનાના વધતા જતા કેસની રફતારને ઓછી કરવા માટે કેજરીવાલ સરકાર આ પગલું ભરી શકે છે. કોરોનાને ફેલાતો રોકવા માટે ફરી એકવાર રાજધાનીમાં કડકાઇથી લોકડાઉન લાગૂ થઇ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દિલ્હીમાં કોરોનાના લીધે બગડતી સ્થિતિ અને સંભવિત લોકડાઉન લગાવવાને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે.  

દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દિલ્હીમાં કોવિડ 19ના અત્યાર સુધી કુલ 31,309 કેસ નોંધાયા છે. મોતનો આંકડો વધીને 905 થઇ ગયો છે. જ્યારે કોરોનાથી ફક્ત 11,861 દર્દી સાજા થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news