સૌથી પહેલી સીટ જ્યાં જીતી હતી ત્યાં કેમ લથડિયા ખાઈ રહ્યું છે ભાજપ? જીત કેમ સંતાકૂકડી રમતી જોવા મળે છે

BJP South Mission: જો તમને યાદ હોય તો 1980માં ભાજપની સ્થાપના બાદ 1984માં થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલી સીટો મળી હતી? માત્ર 2 સીટ. જેમાંથી એક સીટ હતી ગુજરાતની મહેસાણાની અને બીજી તમને ખબર છે કઈ હતી? વાંચો આ અહેવાલ....

સૌથી પહેલી સીટ જ્યાં જીતી હતી ત્યાં કેમ લથડિયા ખાઈ રહ્યું છે ભાજપ? જીત કેમ સંતાકૂકડી રમતી જોવા મળે છે

BJP South Mission: જો તમને યાદ હોય તો 1980માં ભાજપની સ્થાપના બાદ 1984માં થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલી સીટો મળી હતી? માત્ર 2 સીટ. જેમાંથી એક સીટ હતી ગુજરાતની મહેસાણાની અને બીજી આંધ્ર પ્રદેશની હનામકોન્ડા લોકસભા ક્ષેત્ર. ત્યારબાદ ગુજરાતમાં તો મહેસાણા શું મોટાભાગની તમામ બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે પરંતુ દક્ષિણમાં હજુ સુધી ભાજપ પરચમ લહેરાવવાનો આનંદ લઈ શક્યો નથી. સ્થિતિ એવી છે કે પહેલીવાર બેમાંથી એક સીટ આપનારા અવિભાજિત આંધ્ર પ્રદેશમાંથી ભાજપ 42માંથી 7થી વધુ સીટ ક્યારેય જીતી શક્યું નહીં. 

આ ચૂંટણીમાં ચોંકાવી દીધા
1989, 1996, 2004 અને 2009 માં પાર્ટીનું પ્રદર્શન સાવ નિરાશાનજક રહ્યું. પરંતુ 1999માં એકવાર ફરીથી ભાજપે સારું પ્રદર્શન કરીને સાત સીટો મેળવી બધાને ચોંકાવ્યા હતા. ભાજપનું અસ્તિત્વ આવ્યા બાદ આંધ્ર અને તેલંગણામાં કુલ 10 લોકસભા ચૂંટણી થઈ છે. 1984ની લોકસભા ચૂંટણીથી લઈને અત્યાર સુધીનું વિશ્લેષણ  કરીએ તો ખબર પડે કે તેલંગણા બનતા પહેલા સુધી ભાજપની ચૂંટણી તાકાત બંને રાજ્યોમાં લગભગ બરાબર હતી. હાલ આંધ્ર પ્રદેશમાં કુલ 25 લોકસભા  બેઠક છે. જ્યારે તેલંગણામાં 17 બેઠકો છે. જો કે આંધ્ર પ્રદેશના વિભાજન બાદ ભાજપની ચૂંટણી તાકાત તેલંગણા સુધી જ સમેટાઈને રહી  ગઈ. ભાજપે 2019માં તેલંગણામાં 4 બેઠકો જીતી, પરંતુ આંધ્ર પ્રદેશમાં એક પણ બેઠક મળી નહતી. 

આ વખતે ગઠબંધન
રસપ્રદદ વાત એ છે કે ભાજપે 2019માં તેલંગણા કે આંધ્ર પ્રદેશમાં કોઈ પણ ગઠબંધન વગર પોતાના દમ પર ચૂંટણી લડી હતી. નિઝામ અને ભાગ્યલક્ષ્મી મંદિર જેવા મુદ્દાઓ પર 2019માં તેલંગામાં ભાજપને મદદ મળી. કદાચ આ જ કારણ છે કે આ વખતે  ભાજપ આંધ્રમાં ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી અને જનસેના સાથે ગઠબંધનમાં છે અને તેલંગણમાં તે એકલા હાથે ચૂંટણી લડી રહ્યો છે. 

TOI ના એક રિપોર્ટ મુજબ વિશ્લેષણથી એ વાત સ્પષ્ટ છેકે 2019માં તેલંગણામાં મોદી લહેરે ભાજપને કઈક હદે મદદ કરી હતી અને તેને ચાર સીટ મળી ગઈ હતી. તે અગાઉ પાર્ટીને 2014ના ચૂંટણીમાં (વિભાજનના તરત બાદ) આંધ્ર અને તેલંગણા બંને ક્ષેત્રોમાં મોદી લહેરથી ફાયદો થયો હતો. ભગવા દળે 3 બેઠક જીતી હતી. જેમાંથી આંધ્રમાં 2 અને તેલંગણામાં એક બેઠક જીતી હતી. વોટ શેર જોઈએ તો તેલંગણામાં 2014માં ચૂંટણીમા ભાજપે એક બેઠક મેળવી હતી. જ્યારે વોટશેર 10.4 ટકા હતો. 2019ની બેઠકમાં 4 બેઠક જીતી હતી અને વોટશેર વધીને 19.5 ટકા પર પહોંચી ગયો. 

આ મેજિક કામ કરી ગયો?
ભાજપે 1999માં લોકસભા ચૂંટણીમાં તેલુગુ બેલ્ટમાં સાત બેઠકો જીતી હતી. ત્રણ આંધ્ર પ્રદેશમાં અને ચાર તેલંગણા વિસ્તારમાંથી. અટલ બિહારી બાજપેયીના કરિશ્માની સાથે સાથે તેલુગુ દેશમ સાથે ગઠબંધન પણ એક કારણ રહ્યું. પાર્ટીને કારગિલ વેવથી પણ ફાયદો થયો. 1998ના ચૂંટણીના એક વર્ષની અંદર ચૂંટણી થવાના કારણે રાજનીતિક અનિશ્ચિતતાએ પણ પાર્ટીને મદદ કરી હતી. 

ઐતિહાસિક રીતે જોઈએ તો ભાજપે 1984માં તેલંગણામાં હનામકોન્ડાની સાથે આ ક્ષેત્રમાં પોતાનું ખાતું ખોલ્યું હતું. તે ભાજપની પહેલી લોકસભા ચૂંટણી હતી. જો કે 1989માં ઝીરો રહ્યું. બંડારૂ દત્તાત્રેયે 1991માં પાર્ટીને એક સીટ સિકંદરાબાદ જીતાડી. 1996માં ફરી પ્રદર્શન ઝીરો રહ્યું. 1998માં ચાર સીટો સાથે વાપસ થઈ. 2009માં ફરી ઝીરો મળ્યો પરંતુ 2019માં તેલંગણામાં ચાર બેઠકો મળી. આ વખતે ભાજપનું સાઉથ મિશન ખુબ ચર્ચામાં છે. સ્થિતિનું આકલન કરવામાં ભાજપ કેટલું સાચું પડ્યું તે તો આવનારો સમય જ કહેશે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news