Lok Sabha Election: ગુજરાતમાં ચમત્કાર થવાની આશા રાખીને બેઠી છે કોંગ્રેસ, 2024 ચૂંટણી માટે તૈયાર છે પ્લાન

Lok Sabha Election: ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન અત્યાર સુધીનું સૌથી ખરાબ ચૂંટણી પ્રદર્શન રહ્યું. ત્યારબાદ કોંગ્રેસ નેતૃત્વ કારણોની ઓળખ કરીને અને ઉપચારાત્મક ઉપાયો પર કામ કરીને પાર્ટીને પુર્નજીવિત કરવામાં લાગી ગયું.

Lok Sabha Election: ગુજરાતમાં ચમત્કાર થવાની આશા રાખીને બેઠી છે કોંગ્રેસ, 2024 ચૂંટણી માટે તૈયાર છે પ્લાન

Lok Sabha Election: ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન અત્યાર સુધીનું સૌથી ખરાબ ચૂંટણી પ્રદર્શન રહ્યું. ત્યારબાદ કોંગ્રેસ નેતૃત્વ કારણોની ઓળખ કરીને અને ઉપચારાત્મક ઉપાયો પર કામ કરીને પાર્ટીને પુર્નજીવિત કરવામાં લાગી ગયું. વિધાનસભા ચૂંટણીમાં મળેલી હારમાંથી પાઠ ભણતા પાર્ટીએ હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

શું છે કોંગ્રેસની તૈયારી?
મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વવાળી કોંગ્રેસ પાર્ટી એપ્રિલના અંતમાં શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. આ માટે પાર્ટીએ રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે શક્તિ પ્રદર્શનની યોજના બનાવી છે. કોંગ્રેસ તરફથી 30 એપ્રિલના રોજ આ કાર્યક્રમને આયોજિત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

હકીકતમાં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) ની કોશિશ છે કે આ શક્તિ પ્રદર્શનમાં કોંગ્રેસ શાસિત ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહે. પાર્ટી રાજ્યમાં સત્યાગ્રહ હેઠળ જિલ્લા મુખ્યાલયો પર કાર્યક્રમો આયોજિત કરી રહી છે. ત્યારબાદ લોકસભા ચૂંટણીની તૈયારીઓ તેજ ગતિથી આગળ વધારી શકાશે. અત્રે જણાવવાનું કે ગુજરાતમાં લોકસભાની 26  બેઠકો છે. 2014 અને 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને અહીંથી એક પણ સીટ મળી નહતી. સતત બે ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની આશા આ વખતની ચૂંટણીમાં પોતાના પ્રદર્શનમાં સુધારો લાવવાની છે. જે હેઠળ પાર્ટીએ પોતાની કમર કસવાની શરૂ કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news