Lok Sabha Election 2024: ચૂંટણીનો ચોથો તબક્કો પૂરો, ક્યાં કેટલું થયું મતદાન...શું સ્વિંગ વોટર્સના કારણે પરિણામ બદલાશે?
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યની 96 બેઠકો માટે મતદાન યોજાયું. સાથે સાથે આંધ્ર પ્રદેશની 175 વિધાનસભા બેઠક અને ઓડિશાની 28 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
Trending Photos
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યની 96 બેઠકો માટે મતદાન યોજાયું. સાથે સાથે આંધ્ર પ્રદેશની 175 વિધાનસભા બેઠક અને ઓડિશાની 28 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ત્યારે દેશના કયા રાજ્યોમાં ચૂંટણી યોજાઈ?. કયા-કયા મહારથીઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ ગયું? ક્યાં કેટલું મતદાન થયું...તે તમામ વિગતો જાણો આ અહેવાલમાં....
કેટલું થયું મતદાન
10 રાજ્યોની કુલ 96 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું. અત્યાર સુધીમાં ચાર તબક્કાઓમાં 379 બેઠકો માટે મતદાન પૂરું થયું. મતગણતરી 4થી જૂનના રોજ હાથ ધરાશે. ચૂંટણી પંચના લેટેસ્ટ આંકડા મુજબ ચોથા તબક્કામાં સરેરાશ 63.04 ટકા મતદાન થયું છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં મતદાન નોંધાયુ જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન થયું.
ચૂંટણીનો ચોથો તબક્કો પૂર્ણ
- 96 બેઠકો પર મતદારોએ કર્યુ મતદાન
- ભાજપ-કોંગ્રેસના નેતાઓની શાખ EVMમાં કેદ
- 4 તબક્કામાં 379 બેઠકો પર મતદાન પૂરું થયું
- 4 જૂને મહારથીઓના ભાવિનો થશે ફેંસલો
- શું સ્વિંગ વોટર્સના કારણે પરિણામ બદલાશે?
63.04% approximate voter turnout was recorded today in Phase 4 of #LokSabhaElection2024
Andhra Pradesh- 68.20 %
Bihar- 55.92 %
Jammu and Kashmir- 36.88%
Jharkhand- 64.30%
Madhya Pradesh- 69.16%
Maharashtra- 52.93%
Odisha- 64.23%
Telangana- 61.59%
Uttar Pradesh-… pic.twitter.com/wsjVtEayo3
— ANI (@ANI) May 13, 2024
રાજ્યોની મતદાનની ટકાવારી
આંધ્ર પ્રદેશ - 68.20 %
બિહાર - 55.92 %
જમ્મુ અને કાશ્મીર - 36.88%
ઝારખંડ - 64.30%
મધ્ય પ્રદેશ - 69.16%
મહારાષ્ટ્ર - 52.93%
ઓડિશા - 64.23%
તેલંગણા - 61.59%
ઉત્તર પ્રદેશ - 58.02%
પશ્ચિમ બંગાળ - 76.02%
કયા રાજ્યની કેટલી બેઠકો પર મતદાન યોજાયું
ચોથા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25, બિહારની 5, ઝારખંડની 4, મધ્ય પ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઓડિશાની 4, તેલંગાણાની 17, ઉત્તર પ્રદેશની 13, પશ્વિમ બંગાળની 8, જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું.
આ મોટા મહારથીઓનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ ગયું...
તેલંગાણાની હૈદરાબાદ બેઠક પર ભાજપ તરફથી માધવી લતા...
આ જ બેઠક પરથી AIMIMના વર્તમાન સાંસદ અસદુદ્દીન ઓવૈસી...
લખીમપુર ખરી બેઠક પરથી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની...
ઉત્તર પ્રદેશની કન્નૌજ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ...
બિહારની બેગુસરાય બેઠક પરથી ભાજપના ગિરિરાજ સિંહ...
ઉજિયારપુર બેઠક પરથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય...
આંધ્ર પ્રદેશની કડપા બેઠક પરથી કોંગ્રેસના YS શર્મિલા....
ઝારખંડની ખૂંટી બેઠક પરથી ભાજપના અર્જુન મુંડા...
પશ્વિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ટીએમસીના શત્રુધ્ન સિંહા ...
પશ્વિમ બંગાળની બહરામપુર બેઠક પરથી કોંગ્રેસના અધીર રંજન ચૌધરી ...
આ જ બેઠક પરથી ટીએમસીના યુસુફ પઠાણ...
પશ્વિમ બંગાળની કૃષ્ણાનગર બેઠક પરથી TMCના મહુઆ મોઈત્રાનો સમાવેશ થાય છે....
હાલ તો શાંતિપૂર્ણ માહોલમાં કુલ 379 બેઠકોનું મતદાન ચાર તબક્કામાં પૂર્ણ થઈ ચૂક્યું છે.જેમાં મતદારોએ કોના પક્ષમાં મતદાન કર્યુ છે તેનો ખુલાસો 4 જૂને થનારી મતગણતરીમાં સામે આવશે....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે