ચૂંટણી પહેલા મહત્વના સમાચાર, દિલ્હીની અનેક બેઠકો માટે બદલાઈ શકે છે ઉમેદવાર

લોકસભા ચૂંટણી 2019 અગાઉ દિલ્હી ભાજપ માટે મહત્વના સમાચાર છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દિલ્હીમાં ભાજપ તરફથી કેટલીક બેઠકો પર ઉમેદવારો બદલાઈ શકે છે.

ચૂંટણી પહેલા મહત્વના સમાચાર, દિલ્હીની અનેક બેઠકો માટે બદલાઈ શકે છે ઉમેદવાર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 અગાઉ દિલ્હી ભાજપ માટે મહત્વના સમાચાર છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દિલ્હીમાં ભાજપ તરફથી કેટલીક બેઠકો પર ઉમેદવારો બદલાઈ શકે છે. ખાસ વાત એ છે કે શુક્રવારે જ ભાજપમાં જોડાનાર પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને નવી દિલ્હીથી ટિકિટ મળી શકે છે જ્યારે ઉત્તર પશ્ચિમ દિલ્હીથી હાલના સાંસદ ઉદિતરાજની ટિકિટ કપાઈ શકે છે અને તેમની જગ્યાએ ભાજપના વરિષ્ઠ નેતા અને ખુર્જા બેઠકથી ચાર વાર સાંસદ  રહી ચૂકેલા અશોક પ્રધાન કે ભાજપના નેતા અનીતા આર્યાને ટિકિટ મળી શકે છે. 

સૂત્રોના હવાલે મળેલી જાણકારી મુજબ ઉત્તર પૂર્વી દિલ્હીથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીને જ પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. જ્યારે નવી દિલ્હીથી મીનાક્ષી લેખીની જગ્યાએએ ગૌતમ ગંભીરને ટિકિટ મળી શકે છે. 

સૂત્રોનું માનીએ તો આ વખતે લેખીને ટિકિટ મળવી મુશ્કેલ છે. જ્યારે દક્ષિણ દિલ્હીથી સાંસદ રમેશ બિધૂડી પર પાર્ટી ભરોસો મૂકી શકે છે અને તેમને ટિકિટ મળી શકે છે. 

આ બાજુ પૂર્વ દિલ્હીથી ભાજપના કદાવર નેતા ડો.હર્ષવર્ધનને આ વખતે ચાંદની ચોક સીટની જગ્યાએ તેમની પરંપરાગત બેઠક પૂર્વ દિલ્હીથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. એટલે કે હાલના સાંસદ મહેશ ગિરીની ટિકિટ કપાઈ શકે છે. ચર્ચા છે કે ચાંદની ચોક બેઠકથી વિજય ગોયલને ટિકિટ મળી શકે છે. 

પશ્ચિમી દિલ્હી બેઠક પરથી હાલના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્માના પુત્ર પરવેશ વર્મા પર ભરોસો મૂકીને તેમને ટિકિટ મળી શકે છે. આ બાજુ ઉત્તર પશ્ચિમ દિલ્હીથી અશોક પ્રધાન કે અનિતા આર્યાને ટિકિટ મળી શકે છે. આ બેઠકથી ડો.ઉદિતરાજ સાંસદ છે. અને પાર્ટી તેમને યુપીથી ચૂંટણીના મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news