PM મોદી આજે પૂર્વાંચલને આપશે 'વિકાસ-17'ની ભેટ, સપા-બસપાના જાતિય સમીકરણનું થશે સૂરસૂરિયું!

લોકસભા ચૂંટણી ઢૂંકડી છે. જેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાબડતોબ વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને નવા પ્રોજેક્ટની આધારશીલાઓ રાખવા લાગ્યાં છે. આ જ કડીમાં પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગૃહ જિલ્લા ગોરખપુરને અનેક ભેટ આપશે. 

PM મોદી આજે પૂર્વાંચલને આપશે 'વિકાસ-17'ની ભેટ, સપા-બસપાના જાતિય સમીકરણનું થશે સૂરસૂરિયું!

ગોરખપુર: લોકસભા ચૂંટણી ઢૂંકડી છે. જેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાબડતોબ વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને નવા પ્રોજેક્ટની આધારશીલાઓ રાખવા લાગ્યાં છે. આ જ કડીમાં પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગૃહ જિલ્લા ગોરખપુરને અનેક ભેટ આપશે. કહેવાય છે કે પીએમ મોદીની આ ભેટનો ફાયદો સમગ્ર પૂર્વાંચલમાં ભાજપને મળી શકે છે. એક નજરમાં જોઈએ કે પીએ મોદી ગોરખપુરમાં કઈ 17 યોજનાઓનો શિલાન્યાસ કરશે અને કઈ યોજનાનું લોકાર્પણ કરશે. 

વડાપ્રધાન આ યોજનાઓનો શિલાન્યાસ કરશે

1.  ગોરખપુર આઝમગઢ લિંક એક્સપ્રેસ વે 4116 કરોડ

2. ગોરખપુર-કંડલા રાંધણગેસ પાઈપ લાઈન 3100 કરોડ

3. મોહદીપુર- જંગલ કોડિયા ફોરલેન નિર્માણ 288.30 કરોડ

4. રેલવેના ઈલેકટ્રિક લોકો શેડનું નિર્માણ 66 કરોડ

5. રેલવેના વાલ્મિકી નગર ખંડનું વિદ્યુતિકરણ 123 કરોડ

6. ગોરખનાથ મંદિર પરિસરના વિકાસ કાર્ય 12.88 કરોડ

7. ગોરખનાથ મંદિરમાં સંગ્રહાલયની સ્થાપના 9.37 કરોડ

8. માનસરોવર તાલ અને રામલીલા મેદાનનો જીર્ણોદ્ધાર 7 કરોડ

આ યોજનાઓનું પીએમ મોદી કરશે લોકાર્પણ

1. પીએમ મોદી ગોરખપુરથી ખેડૂત સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાની શરૂઆત કરશે. આ યોજના હેઠળ નાના અને મધ્યમ ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા જમા થવાના છે. રવિવારથી શરૂ થઈ રહેલી આ યોજના દ્વારા ગોરખપુર મંડલના 2.20 લાખ ખેડૂતોના ખાતામાં ખેડૂત સન્માન નિધિનો પહેલો હપ્તો 2000 રૂપિયા જમા થશે. 

2. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) 1100 કરોડ

3. પિપરાઈચ ચીની મિલ 410 કરોડ

4. મુંડેરવા ખાંડ મીલ 346.73 કરોડ

5. મેડિકલ કોલેજમાં બનેલી સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગ, 69.87 કરોડ

6. મેડિકલ કોલેજમાં 100 બેડનો મહિલા છાત્રાવાસ 11. 85 કરોડ

7. બીઆરડી મેડિકલ કોલેજમાં 50 બેડનો પીજી છાત્રાવાસ 10.77 કરોડ

8. ગોરખનાથ મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો 6.50 કરોડ

9. ગોરખપુરમાં 200 કેદીઓની ક્ષમતાવાળા બેરકનું નિર્માણ કાર્ય 7.68 કરોડ

પીએમ મોદીના ગોરખપુર પ્રવાસની માહિતી

- પીએમ મોદી ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનથી 10.05 વાગે દિલ્હીથી ગોરખપુર જવા માટે રવાના થશે. 
- 11.25 કલાકે ગોરખપુર એરપોર્ટ પર વિમાન ઉતરણ કરશે.
- સેનાના હેલિકોપ્ટરથી ફર્ટિલાઈઝર સ્થિત રેલીના સ્થળે પહોંચશે. ખેડૂતોને વડાપ્રધાન સન્માન નિધિ યોજના હેઠળ પહેલો હપ્તો  અપાશે.
- ગોરખપુર સહિત પૂર્વાંચલને 9000 કરોડના પ્રોજેક્ટની ભેટ અપાશે. 
- પીએમ મોદી 2 કલાકના કાર્યક્રમ બાદ 1.30 કલાકે પ્રયાગરાજ જવા રવાના થશે. 

અત્રે જણાવવાનું કે પૂર્વાંચલની લોકસભાની 26 બેઠકો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીંથી 25 બેઠકો જીતી હતી. જેને જોતા હાલ પીએમ મોદી અને ભાજપ સામે મોટો પડકાર છે. કહેવાય છે કે ભાજપ સપા-બસપાના જાતિય સમીકરણનો જવાબ વિકાસ યોજનાઓથી આપી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news