Loksabha Election 2024: ભાજપનું મિશન દક્ષિણ ભારત, અહીંથી ચૂંટણી લડી શકે પીએમ મોદી, ત્રણ સીટની ચર્ચા શરૂ

Election 2024, BJP: તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈના વર્તમાન નિવેદનથી દક્ષિણ ભારતમાં રાજકીય ગરમી વધી ગઈ છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુથી ચૂંટણી લડે તેવી શક્યતા નજર આવી રહી છે. 
 

Loksabha Election 2024: ભાજપનું મિશન દક્ષિણ ભારત,  અહીંથી ચૂંટણી લડી શકે પીએમ મોદી, ત્રણ સીટની ચર્ચા શરૂ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી વર્ષ 2024માં યોજાવાની છે. એટલે કે હજુ એક વર્ષ કરતા વધુ સમય ચૂંટણીમાં બાકી છે. પરંતુ રાજકીય પાર્ટીઓએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. ભારતીય જનતા પાર્ટીની નજર દક્ષિણ ભારત પર છે. લોતસભા ચૂંટણીમાં ભાજપની સાઉથ માટે શું રણનીતિ હશે? આ વિશે તમિલનાડુ ભાજપના પ્રમુખ કે. અન્નામલાઈના નિવેદનથી રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. લોકસભા ચૂંટણી 2024માં અન્નામલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુથી ચૂંટણી લડશે તે વાત કહી છે. 

કે અન્નમલાઈએ સમાચાર એજન્સી એએનઆઈને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું- તમિલનાડુમાં કેટલાક લોકો નરેન્દ્ર મોદીને બાહરી કહી પ્રચારિત કરી રહ્યાં છે. પીએમ મોદીએ પ્રાદેશિક બાધાને પાર કરી લીધી છે અને તમિલનાડુમાં તેમના ચૂંટણી લડવાની ચર્ચા થઈ રહી છે. અન્નામલાઈએ આવનારી લોકસભા ચૂંટણી પર ભારત આપતા કહ્યું કે 2024ની ચૂંટણી એક અલગ પ્રકારની લોકસભા ચૂંટણી હશે.

આ બેઠકો પર ચૂંટણી લડવાની ચર્ચા
2024ની લોકસભા ચૂંટણીનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી 2014 અને 2019ની ચૂંટણી વારાણસીથી લડી ચુક્યા છે અને જ્યારે પ્રધાનંમત્રી મોદીએ ઉત્તર પ્રદેશની પસંદગી કરી તો પાર્ટીને ત્યાં ફાયદો થયો હતો. હવે તેમ કહેવામાં આવી રહ્યું છે કે સાઉથમાં ભાજપને સફળતા અપાવવા માટે પીએમ મોદી ત્યાંથી ચૂંટણી લડી શકે છે. પ્રધાનમંત્રી તમિલનાડુના રામનાથપુરમ (રામેશ્વરમ, લોકસભા), મદુરાઈ અને તમિલનાડુમાં કોઈમ્બતુરથી ચૂંટણી લડી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. 

શું તમિલનાડુથી ચૂંટણી લડશે પીએમ મોદી?
ક્યો ઉમેદવાર ક્યાંથી લડશે તેને લઈને ભાજપમાં એક પ્રક્રિયા હોય છે. એક-એક સીટ પર ક્યો ઉમેદવાર લડશે તેનો નિર્ણય ભાજપ સંસદીય બોર્ડ નક્કી કરે છે. આ પહેલા પણ પીએમ મોદી ઓડિશાની પુરી સંસદીય સીટથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી હતી પરંતુ સંસદીય બોર્ડે તેમના માટે વારાણસી સીટને સૌથી ઉપયોગી સમજી હતી. 

કે. અન્નામલાઈની વાત સાચી પડે છે તો પીએમ મોદીના તમિલનાડુથી લડવાથી ઘણા કારણ હોઈ શકે છે. તેનું સૌથી મોટું કારણ દક્ષિણમાં કોંગ્રેસનો સતત વધતો જનાધાર અને તમિલનાડુમાં અલગ દ્રવિનાડુની માંગ છે. સાથે ભાજપના તમિલનાડુને લઈને અત્યાર સુધીના દરેક પ્લાન ફેલ થયા છે. પરંતુ આવનારી લોકસભા ચૂંટણીમાં આમ થાય તો તેનો જવાબ તો ચૂંટણી બાદ ખબર પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news