લખનઉ: પોલીસના એક ગુલાબના ફૂલના કારણે પત્ની આખી રાત પતિ સાથે ઝઘડી, જાણો મામલો

સામાન્ય રીતે તો પતિ જ્યારે ગુલાબનું ફૂલ આપે ત્યારે પત્ની ખુશ થઈ જતી હોય છે. પ્રેમના પ્રતિક જેવું આ ગુલાબનું ફૂલ પ્રેમીઓ વચ્ચે મનમોટાવ ખતમ કરે છે. પરંતુ લખનઉમાં એક એવી ઘટના ઘટી કે જેમાં ગુલાબના ફૂલના કારણે જ પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો.

લખનઉ: પોલીસના એક ગુલાબના ફૂલના કારણે પત્ની આખી રાત પતિ સાથે ઝઘડી, જાણો મામલો

લખનઉ: સામાન્ય રીતે તો પતિ જ્યારે ગુલાબનું ફૂલ આપે ત્યારે પત્ની ખુશ થઈ જતી હોય છે. પ્રેમના પ્રતિક જેવું આ ગુલાબનું ફૂલ પ્રેમીઓ વચ્ચે મનમોટાવ ખતમ કરે છે. પરંતુ લખનઉમાં એક એવી ઘટના ઘટી કે જેમાં ગુલાબના ફૂલના કારણે જ પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો. વાત જાણે એમ હતી કે લખનઉ પોલીસ તરફથી ગત અઠવાડિયે દ્વિચક્કી વાહન ચાલકોને હેલમેટ પહેરવા માટે જાગરૂક કરવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે હેઠળ ગત દિવસોમાં જે દ્વિચક્કી વાહન ચાલકો હેલમેટ પહેરેલા ન જોવા મળ્યાં તેમને ટ્રાફિક પોલીસ દ્વારા વિનામૂલ્યે હેલમેટ આપવામાં આવી. જે વાહનચાલકોએ હેલમેટ પહેરી હતી તેમને લાલ ગુલાબ આપીને સન્માનિત કરવામાં આવ્યાં. આ સાથે તેમના ફોટા પણ લેવામાં આવ્યાં. 

પોલીસે સન્માન તરીકે આપ્યું હતું ફૂલ
આ અભિયાન હેઠળ ગત દિવસોમાં લખનઉના સિકંદરબાગ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસે એક વ્યક્તિને હેલમેટ પહેરવા બદલ ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કર્યો હતો. પરંતુ તેનું કહેવું છે કે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની તેના હાથમાં ગુલાબનું ભૂલ જોઈને નારાજ થઈ ગઈ. તેણે જણાવ્યું કે આ ફૂલ પોલીસે સન્માન તરીકે આપ્યું છે પરંતુ પત્ની જરાય વાત માનવા તૈયાર ન થઈ. આખી રાત પત્ની અને પતિ વચ્ચે લડાઈ થઈ. ત્યારબાદ વ્યક્તિ બીજા દિવસે પોલીસ પાસે પહોંચ્યો અને પુરાવ તરીકે ખેંચવામાં આવેલા ફોટાને લઈ ગયો. 

સબ ઈન્સ્પેક્ટરની ફેસબુક પોસ્ટથી સામે આવ્યો મામલો
આ મામલો લખનઉ ટ્રાફિક પોલીસના સબ ઈન્સ્પેક્ટર પ્રેમ શાહીની ફેસબુક પોસ્ટ બાદ સામે આવ્યો. તેમણે ગત સપ્તાહે ચલાવવામાં આવેલા હેલમેટ અભિયાનની જાણકારી આપી. તેમાં તેમણે જણાવ્યું કે આ સજ્જન આજે મળ્યાં. ગઈ કાલે હેલમેટ જાગરૂકતા અભિયાનનો ફોટો માંગવા લાગ્યાં. ફોટાને લઈને તેઓ ખુબ પરેશાન હતાં. બહુ શોધવા પર ફોટો મળ્યો. 

બીજા દિવસે પુરાવો લેવા પહોંચ્યો પતિ
સબ ઈન્સ્પેક્ટરે પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે કારણ પૂછવા પર પતિએ જણાવ્યું કે ગઈ કાલે હેલમેટ પહેરીને સિકંદરાબાદ ચાર રસ્તા પાસેથી નિકળી રહ્યો હતો. ત્યાં જ ઈન્સ્પેક્ટર સાહેબ તમે મને હેલમેટ પહેરવા બદલ ગુલાબનું ફૂલ આપ્યું હતું. ફૂલ લઈને જ્યારે હું ઘરે પહોંચ્યો તો પત્ની પૂછવા લાગી કે આ ફૂલ ક્યાથી આવ્યું. કોણે આપ્યું. હું વારંવાર કરગરતો રહ્યો કે ટ્રાફિક પોલીસે મને હેલમેટ પહેરવાના કારણે આપ્યું છે. તો પણ તે માનવા તૈયાર નહતી. આખી રાત અમારી વચ્ચે લડાઈ થઈ. મારી પૂરી રાત કાળી બની ગઈ. તે વ્યક્તિની પરેશાની સાંભળીને સબ ઈન્સ્પેક્ટર પ્રેમ શાહીએ બીજા દિવસે પણ તેને એક ગુલાબનું ફૂલ આપ્યું. ફૂલ આપ્યા બાદ ફૂલ સાથેનો ફોટો પણ આપ્યો. જેથી કરીને તે પત્નીને પુરાવો બતાવી શકે. 

લખનઉમાં વિશેષ અભિયાન
વિશેષ અભિયાન હેઠળ લોકોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે હવે હેલમેટ વગર લખનઉમાં પેટ્રોલ પણ મળશે નહીં. એટલે કે જો કોઈ દ્વિચક્કી વાહનમાં પેટ્રોલ ભરાવવા જઈ રહ્યાં છો તો ચાલકે હેલમેટ પહેરવી જરૂરી છે. આ અભિયાન ચલાવવાનો આદેશ લખનઉના નવા એસએસપી કલાનીધિ નૈથાનીએ આપ્યો હતો. આ હેઠળ શહેરના 67 પેટ્રોલ પંપો પર કડક નજર રાખવામાં આવી રહી છે. લોકોના ચલન કાપવામાં આવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news