લોકસભા ચૂંટણી મુદ્દે UP ભાજપે બનાવી ખાસ રણનીતિ: 74 સીટનું લક્ષ્યાંક
લોકસભા ચૂંટણી 2019ની પહેલા સંગઠનના એજન્ડાની તૈયારી કરી છે, પાર્ટીએ આગામી છ મહિના માટે સંગઠન અને અલગ અલગ મોર્ચાના કાર્યોનું વિભાજન કરી દીધું છે
Trending Photos
મેરઠ : આગામી લોકસભા ચૂંટણી મુદ્દે ઉત્તરપ્રદેશ ભાજપ એકમે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યસમિતી મેરઠમાં ચાલી રહેલ બેઠકના બીજા દિવસે રાજનીતિક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. આ પ્રસ્તાવ દ્વારા લોકસભા ચૂંટણી 2019 પહેલા સંગઠનના એઝન્ડાને તૈયાર કરવામાં આવ્યો છે. પાર્ટીએ આગામી 6 મહિના માટે સંગઠન અને અલગ અલગ મોર્ચાના કાર્યોનું વિભાજન કરી દીધું છે. જેના પર આગામી સમયમાં પાર્ટી કામ કરતી જોવા મળી રહી છે.
બેઠકને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, હું 2019ની લોકસભા ચૂંટણીમાં 73 સીટોથી 74 સીટો કરવાની છે. શાહે તેમ પણ કહ્યું કે, મહાગઠબંધનથી ગભરાવાની જરૂર નથી. ચૂંટણી આપણે જ જીતીશું બસ તમે કેન્દ્રમાં મોદી સરકારની તરફથી અને રાજ્યમાં યોગી સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડો.
અમિત શાહે NRCના મુદ્દે કહ્યું કે, અમે બાંગ્લાદેશી ઘૂસણખોરીને દેશમાં નહી રહેવા દઇએ, જો કે જે હિંદુ શરણાર્થી છે તેમને સંપુર્ણ સન્માન આપશે. હિંદુ શરણાર્થીઓને ગભરાવવાની જરૂર છે. શાહે કહ્યું કે, યોગી સરકાર સારુ કામ કરી રહ્યા છે. સરકારની ઉપલબ્ધિઓને જનતા સુધી પહોંચાડો. ઘણીવાર કાર્યકર્તાઓ નારાજ થઇ જાય છે તેને યોગ્ય ફોરમ પર રાખવા જોઇએ.
યોગીએ ઉઠાવ્યો દલિત અનામતનો મુદ્દો
આ બેઠકમાં પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દલિત કાર્ડનો પ્રયોગ કર્યો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દલિતોના અનામતના મુદ્દે એકવાર ફરીથી ગરમાવ્યો છે. મુખ્યમંત્રીએ ગત્ત સરકાર દ્વારા ભેદભાવ થઇ રહ્યો હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, અમારી સરકાર ભેદભાવ નથી કરતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દેશના સંવિધાન અનુસાર ચાલવી જોઇએ. તેમ છતા પણ આજ સુધી તેમાં દલિતોને અનામત આપવાની વ્યવસ્થા શા માટે નહોતી કરવામાં આવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે