મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ દ્વિધામાં : ભોપાલમાં સિંધિયા અને કમલનાથ સમર્થકોનો હંગામો

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ રાજ્યના મુખ્યમંત્રીના નામને લઇને કોંગ્રેસમાં ધમાસાણ જેવી સ્થિતિ છે. એક તરફ બેઠકોનો દોર ધમી ધમી રહ્યો છે તો બીજી તરફ સમર્થકો પોતાના નેતાની પસંદગીને લઇને હંગામો મચાવી રહ્યા છે. ભોપાલ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ હંગામો કર્યો

Updated By: Dec 13, 2018, 05:29 PM IST
મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ દ્વિધામાં : ભોપાલમાં સિંધિયા અને કમલનાથ સમર્થકોનો હંગામો

નવી દિલ્હી : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ રાજ્યના મુખ્યમંત્રીના નામને લઇને કોંગ્રેસમાં ધમાસાણ જેવી સ્થિતિ છે. એક તરફ બેઠકોનો દોર ધમી ધમી રહ્યો છે તો બીજી તરફ સમર્થકો પોતાના નેતાની પસંદગીને લઇને હંગામો મચાવી રહ્યા છે. ભોપાલ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ હંગામો કર્યો. 

કોંગ્રેસ અધ્યક્ષ રાગુલ ગાંધીએ ગુરૂવારે મધ્ય પ્રદેશના નેતાઓ સાથે દિલ્હીમાં બેઠક કરી હતી. જેમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા. સોનિયા ગાંધી પણ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીના ઘરે કોંગ્રેસ નેતા એકે એન્ટોની પણ હાજર રહ્યા હતા. 

સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં ડેપ્યૂટી સીએમ ફોર્મ્યૂલા અપનાવી શકે છ. જેમાં કમલનાથને મુખ્યમંત્રી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ડેપ્યૂટી સીએમ બનાવવા અંગે વિચાર થઇ રહ્યો છે. કમલનાથનું મુખ્યમંત્રી બનવું નક્કી છે પરંતુ ડેપ્યૂટી સીએમ તરીકે જ્યોતિરાદિત્ય રાજી ન હોવાનું સામે આવી રહ્યું છે. આ બંને નેતાઓની મમતને લઇને સીએમ પદને લઇને ગૂંચ ઉભી થવા પામી છે. જે એમના સમર્થકોના રોષ રૂપે બહાર દેખાઇ રહી છે. તો બીજી તરફ દિગ્વિજયસિંહ મંત્રીઓના નામની સૂચી તૈયાર કરી રહ્યા હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. 

વિધાનસભા ચૂંટણી 2018 અન્ય ન્યૂઝ જાણવા ક્લિક કરો