ઉજવણી માટે ફાર્મહાઉસ પહોંચેલા દિગ્ગજ બિઝનેસમેને જીવ ગુમાવ્યો, પુત્રીનો આખો પરિવાર મોતને ભેટ્યો

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ની આર્થિક રાજધાની ઈન્દોર નજીક મહૂમાં મંગળવારે મોડી સાંજે બિલ્ડિંગની લિફ્ટ પડવાથી પાથ ઈન્ડિયા (Path India) કંપનીના માલિક પુનિત અગ્રવાલ સહિત  તેમના પરિવારના 6 લોકોના મોત થયા. જ્યારે  પત્ની નીતિ અગ્રવાલ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની ઈન્દોરની ચોઈથારામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 
ઉજવણી માટે ફાર્મહાઉસ પહોંચેલા દિગ્ગજ બિઝનેસમેને જીવ ગુમાવ્યો, પુત્રીનો આખો પરિવાર મોતને ભેટ્યો

ઈન્દોર: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ની આર્થિક રાજધાની ઈન્દોર નજીક મહૂમાં મંગળવારે મોડી સાંજે બિલ્ડિંગની લિફ્ટ પડવાથી પાથ ઈન્ડિયા (Path India) કંપનીના માલિક પુનિત અગ્રવાલ સહિત  તેમના પરિવારના 6 લોકોના મોત થયા. જ્યારે  પત્ની નીતિ અગ્રવાલ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની ઈન્દોરની ચોઈથારામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

— ANI (@ANI) December 31, 2019

દિગ્ગજ બિઝનેસમેન પુનિલ અગ્રવાલ પુત્રી પલક, જમાઈ પલકેશ, પૌત્ર નભ અને પરિવારજન ગૌરવ તથા આર્યવીર સાથે મહૂના પાતાલપાની સ્થિત ફાર્મ હાઉસમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાર્ટી મનાવવા આવ્યાં હતાં. આ દરમિયાન સાંજે જ્યારે અગ્રવાલ પરિવાર કેપ્સ્યૂલ લિફ્ટ દ્વારા ફાર્મ હાઉસમાં બનેલી 70 ફૂટ ઊંચી બિલ્ડિંગમાં ઉપર જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ટેક્નિકલ ખામીના કારણે લિફ્ટ તૂટીને નીચે પડી. આ અકસ્માતમાં લિફ્ટમાં સવાર તમામ લોકોના મોત થયાં. 

હકીકતમાં જાણીતી કન્સ્ટ્રક્શન કંપની પાથ ઈન્ડિયાના ડાઈરેક્ટર પુનિત અગ્રવાલે પાતાલપાનીના પ્રાકૃતિક સૌંદર્યને નિહારવા માટે પોતાના ફાર્મ હાઉસમાં ઊંચી બિલ્ડિંગ બનાવી છે. એકાન્તવાસમાં બનેલી આ ઈમારતમાં અગ્રવાલ પરિવાર સમયાંતરે ઉજવણી માટે આવતો રહેતો હતો. 

આ VIDEO પણ ખાસ જુઓ...

પાથ ઈન્ડિયા દેશભરમાં પુલ નિર્માણ, હાઈવે નિર્માણ, ટોલ સંચાલન અને દેખરેખ કરે છે. 1996માં સ્થાપિત આ કંપનીમાં લગભગ 5000 કર્મચારીઓ કામ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news