Watch Video: કેમેરા સામે જ મર્ડર, હત્યા પહેલા અતીકના ભાઈ અશરફ અહેમદના છેલ્લા શબ્દ...જાણો વિગતવાર માહિતી

Uttar Pradesh: પ્રયાગરાજની કોલ્વિન હોસ્પિટલ પાસે જ્યારે આ હુમલો થયો ત્યારે પોલીસની ટીમ અતીક અને અશરફને મેડિકલ કરાવવા લઈ જઈ રહી હતી. આ દરમિાયન ત્રણ ચાર હુમલાખોરોએ અચાનક ત્યાં પહોંચીને તાબડતોડ  ફાયરિંગ  શરૂ કરી દીધુ. આ સમગ્ર હુમલાને પોલીસ સામે અંજામ અપાયો. અનેક મીડિયા પ્રતિનિધિઓ પણ ત્યાં હાજર હતા. ઘટના તેમના કેમેરામાં કેદ થઈ ગઈ. 

Watch Video: કેમેરા સામે જ મર્ડર, હત્યા પહેલા અતીકના ભાઈ અશરફ અહેમદના છેલ્લા શબ્દ...જાણો વિગતવાર માહિતી

Uttar Pradesh: પ્રયાગરાજથી મોટા સમાચાર સામે આવ્યા છે. મેડિકલ કોલેજ પાસે અતીક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા કરી નાખી. બંનેને મેડિકલ કોલેજ લઈ જવાઈ રહ્યા હતા. અહીં તેમના પર હુમલો થયો. એવું કહેવાય છે કે હુમલો કરનારાઓને પોલીસે પકડી લીધા છે. મળતી માહિતી મુજબ કેટલાક લોકો ત્યાં આવ્યા અને નારા લગાવ્યા. ત્યારબાદ ગોળી મારી. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે. જેમનું નામ માન સિંહ છે. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. 

મળતી માહિતી મજુબ પ્રયાગરાજની કોલ્વિન હોસ્પિટલમાં મેડિકલ કરાવવા પહોંચેલા અતીક અહેમદ અને અશરફ મીડિયા સાથે વાતચીત કરતા હતા અચાનક ત્યારે જ તેમના પર હુમલો થયો. ત્રણ યુવકોએ ફાયરિંગ કર્યું. લગભગ 10 રાઉન્ડ ફાયરિંગ થયું એવું જાણવા મળે છે. હુમલાખોરો પહેલેથી ઘાત લગાવીને બેઠા હતા. અતીક અહેમદના માથામાં ગોળી મારવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોળી માર્યા બાદ હુમલાખોરોએ પોલીસ સામે સરન્ડર કરી દીધુ. હુમલો કરનારાના નામ લવલેશ તિવારી, સન્ની અને અરુણ મૌર્ય હોવાનું સામે આવ્યું છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 15, 2023

ઘટના કેમેરામાં કેદ
કોલ્વિન હોસ્પિટલ પાસે જ્યારે આ હુમલો થયો ત્યારે પોલીસની ટીમ અતીક અને અશરફને મેડિકલ કરાવવા લઈ જઈ રહી હતી. આ દરમિાયન ત્રણ ચાર હુમલાખોરોએ અચાનક ત્યાં પહોંચીને તાબડતોડ  ફાયરિંગ  શરૂ કરી દીધુ. આ સમગ્ર હુમલાને પોલીસ સામે અંજામ અપાયો. અનેક મીડિયા પ્રતિનિધિઓ પણ ત્યાં હાજર હતા. ઘટના તેમના કેમેરામાં કેદ થઈ ગઈ. 

— ANI (@ANI) April 15, 2023

હત્યા પહેલા છેલ્લા શબ્દ
હુમલો થયો તે સમયે અતીકનો ભાઈ અશરફ મીડિયાના સવાલોના જવાબ આપતા ગુડ્ડુ મુસ્લિમને લઈને ફક્ત એટલું જ કહી શક્યો કે 'મેઈન બાત યે હૈ કી ગુડ્ડુ મુસ્લિમ' અને હુમલાખોરે  ગોળી મારી. એટલું જ નહીં અન્ય બે સાથીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. ત્યારબાદ હુમલાખોરોએ પોલીસ સામે હાથ ઉઠાવીને સરન્ડર પણ કરી નાખ્યું. 

— Akhilesh Yadav (@yadavakhilesh) April 15, 2023

અખિલેશ યાદવની પ્રતિક્રિયા
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે આ ઘટના અંગે ટ્વીટ કરતા લખ્યું કે યુપીમાં અપરાધની પરાકાષ્ઠા થઈ ગઈ છે અને અપરાધીઓનો જુસ્સો બુલંદ છે. જ્યારે પોલીસના સુરક્ષા ઘેરા વચ્ચે જાહેરમાં ફાયરિંગ કરીને કોઈની હત્યા થઈ શકે તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું. આનાથી જનતા વચ્ચે ભયનું વાતાવરણ બની રહ્યું છે. એવું લાગે છે કે કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ બનાવી રહ્યા છે. 

— ANI (@ANI) April 15, 2023

પ્રયાગરાજમાં અનેક વિસ્તારોમાં પથ્થરબાજી શરૂ
અશરફ અને અતીક અહેમદની હત્યા બાદ પ્રયાગરાજના અનેક વિસ્તારોમાં પથ્થરબાજી શરૂ થઈ ગયાના અહેવાલો છે. 

અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ પ્રયાગરાજ હાઈ અલર્ટ પર છે. સમગ્ર શહેર છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસ અને આંતરિક સુરક્ષાદળોની તૈનાતી થઈ રહી છે. આ બધા વચ્ચે શહેરમાં કલમ 144 લાગૂ કરાઈ છે. મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથ સમગ્ર ઘટનાક્રમ પર હાઈ લેવલ મીટિંગ કરી. હત્યાકાંડ બાદ યુપીમાં પણ અલર્ટ જાહેર છે. સ્પેશિયલ ડીજી કાયદા વ્યવસ્થા પ્રશાંત કુમારે યુપી પોલીસને અલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે. સીએમએ ઘટનાની ગંભીરતા જોતા સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરની તપાસના આદેશ આપ્યા છે. ત્રણ સભ્યની ન્યાયિક તપાસ આયોગની રચનાના પણ નિર્દેશ આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news