Mahakumbh 2021: આજે શાહી સ્નાન, મહંત નરેન્દ્ર ગિરી સહિત અનેક સંત કોરોના સંક્રમિત

આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ શાહી સ્નાનમાં કોરોનાએ વિધ્ન નાખ્યું છે. શાહી સ્નાન પહેલા જ સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ સહિત અડધા ડઝનથી વધુ સંતો કોરોના સંક્રમિત થતા સંત સમાજ અને મેળા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે.

Updated By: Apr 12, 2021, 07:01 AM IST
Mahakumbh 2021: આજે શાહી સ્નાન, મહંત નરેન્દ્ર ગિરી સહિત અનેક સંત કોરોના સંક્રમિત
તસવીર-એએનઆઈ

હરિદ્વાર: આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ શાહી સ્નાનમાં કોરોનાએ વિધ્ન નાખ્યું છે. શાહી સ્નાન પહેલા જ સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ સહિત અડધા ડઝનથી વધુ સંતો કોરોના સંક્રમિત થતા સંત સમાજ અને મેળા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. અત્રે જણાવવાનું કે કુંભના આ અઠવાડિયામાં સોમવારે અને બુધવારે કુંભમેળામાં શાહી સ્નાન છે. શાહી સ્નાનમાં તમામ 13 અખાડા માતા ગંગામાં સ્નાન કરશે. જેમાંથી સાત સન્યાસી અખાડા અને ત્રણ બેરાગી અખાડી તથા ત્રણ વૈષ્ણવ અખાડા પણ સામેલ છે. આ સ્નાન હર કી પૌડી બ્રહ્મકુંડ પર થશે. પ્રશાસન દ્વારા શાહી સ્નાનને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. 

સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે કુંભનગરીમાં રવિવારે નિરંજની અખાડાના એક જૂના અખાડાના બે વધુ સંત કોરોના સંક્રમિત થયા છે. નવા કેસ મળીને અત્યાર સુધીમાં બંને અખાડામાં કુલ 9 સંત કોવિડ 19 સંક્રમિત મળી આવ્યા છે. મહાકુંભ મળા માટે ઉત્તરદાયી અખાડ પરિષદના અધ્યક્ષ નિરંજની અખાડાના મહંત નરેન્દ્ર ગિરીનો રવિવારે આવેલો તપાસ રિપોર્ટમાં કોવિડ-19 પુષ્ટિ થતા મહાકુંભના અધિકારીઓમાં હડકંપ મચ્યો છે. 

અખિલેશ યાદવે કરી મુલાકાત
આઈસોલેશનમાં રહેલા મહંત નરેન્દ્ર ગિરીના કોવિડ-19 સંક્રમિત હોવા છતાં રવિવારે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે નિરંજની અખાડા પહોંચી તેમની મુલાકાત કરી. આ દરમિયાન કોઈએ પણ તેમને નરેન્દ્ર ગિરીને મળતા રોક્યા નહીં. આ અગાઉ શનિવારે મોડી રાતે સ્વાસ્થ્ય બગડતા મહંત નરેન્દ્ર ગિરીને હરિદ્વારના પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમના હાલચાલ જાણવા માટે મેળાધિકારી દીપક રાવત અને મેળાના વરિષ્ઠ પોલીસ અધીક્ષક જનમેજય ખંડૂડી પણ પહોંચ્યા હતાં. 

શાહી સ્નાન નહીં કરી શકે
મહંત નરેન્દ્ર ગિરી હાલમાં અનેક કાર્યક્રમોમાં સામેલ થયા હતા. આ બધા વચ્ચે સૂત્રોએ જણાવ્યું કે નિરંજની અખાડાના સચિવ રવિન્દ્રપૂરી મહારાજની તબિયત પણ ખરાબ છે. તેઓ પણ ક્વોરન્ટાઈનમાં છે. જ્યારે મોટા અખાડાના મહંત રઘુમુનિ મહારાજનું પણ સ્વાસ્થ્ય ખરાબ છે. આ બધા સંતો આજે થનારા સોમવતી અમાસનું શાહી સ્નાન કરી શકશે નહીં. 

CMO પણ સંક્રમિત
આ બધા વચ્ચે કોવિડ-19ના સતત વધી રહેલા કેસ વચ્ચે ઉત્તરાખંડમાં રવિવારે નવા 372 કેસ નોંધાયા છે. જિલ્લા હોસ્પિટલના મુખ્ય ચિકિત્સક અધીક્ષક ડો.રાજેશ ગુપ્તા પણ રસીના બંને ડોઝ લેવા છતાં કોરોના વાયરસ સંક્રમિત થયા. આઈઆઈટી રૂડકીમાં રવિવારે 12 વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવાના કારણે ત્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા 100ને પાર ગઈ. જિલ્લાધિકારી સી રવિશંકરે કહ્યું કે સ્વાસ્થ્ય વિભાગને મહંત નરેન્દ્ર ગિરીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવાના નિર્દેશ અપાયા છે. 

7 વાગ્યા સુધી લોકોએ ઉઠાવ્યો સ્નાનનો લાભ
આજે હર કી પૌડી પર લોકોએ સવારથી સ્નાન કરવા માટે ધસારો કર્યો છે. લોકો શાહી સ્નાન શરૂ થાય તે પહેલા ડુબકી લગાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ડુબકી લગાવતા જોવા મળ્યા છે. કુંભમેળના આઈજી સંજય ગુંજ્યાલે કહ્યું કે સામાન્ય લોકો માટે 7 વાગ્યા સુધી ડુબકી લગાવી શકાશે ત્યાર પછીનો સમય અખાડા માટે રિઝર્વ છે. 

શાહી સ્નાનનો કાર્યક્રમ
- સૌથી પહેલા નિરંજની અખાડા પોતાના સાથી આનંદ સાથે પોતાની છાવણીથી બહાર 8.30 વાગે નીકળશે. હક કી પૌડી પર પહોંચીને નિરંજની અખાડાના સંત શાહી સ્નાન કરશે. 
- ત્યારબાદ 9 વાગ્યાનો સમય જૂના અખાડા તથા અગ્નિ અખાડા, આવાહન અને કિન્નર અખાડાને સ્નાન માટે અપાયો છે. જૂના અખાડાથી નીકળીને તેઓ હર કી પૌડી બ્રહ્મકુંડમાં સ્નાન કરશે. 
- ત્યારબાદ મહાનિર્વાણી પોતાના સાથી અટલ સાથે કનખલથી હર કી પૌડી તરફ જશે. આ અખાડાના સંત અહીં 9.30 વાગે શાહી સ્નાન માટે નીકળશે. 
- ત્યારબાદ ત્રણેય વૈરાગી અખાડા શ્રી નિર્મોહી અણી, દિગંબર અણી, નિર્વાણી અણી 10.30 વાગે નીકળીને હર કી પૌડી પહોંચશે. 
- ત્યારબાદ શ્રી પંચાયતી બડા ઉદાસીન અખાડા 12 વાગે પોતાના અખાડાથી હર કી પૌડી પહોંચશે. 
- શ્રી પંચાયતી નયા ઉદાસીન અખાડા લગભઘ 2.30 વાગે પોતાના અખાડાથી નીકળીને હર કી પૌડી જશે. 
- છેલ્લે શ્રી નિર્મલ અખાડા 3 વાગે લગભગ પોતાના અખાડાથી હર કી પૌડી જશે. 

રૂપાળી છોકરીને જોઈને લાળ પાડતા, આંખ મારતા, હવામાં ચુંબન ફેંકતા લોકો સાવધાન...જશો જેલમાં!

Corona Update: દેશમાં કોરોના બેકાબૂ, એક જ દિવસમાં 1.50 લાખથી વધુ કેસ, મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનના ભણકારા

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube