બાબાસાહેબની જેમ બૌદ્ધ ધર્મ અપનાવશે માયાવતી, યોગ્ય સમયે લેશે નિર્ણય

બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતી (Mayawati)એ બાબાસાહેબ આંબેડકરની જેમ બૌદ્ધ ધર્મ અપનાવવાની વાત કરી છે.

બાબાસાહેબની જેમ બૌદ્ધ ધર્મ અપનાવશે માયાવતી, યોગ્ય સમયે લેશે નિર્ણય

નાગપુર: બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતી (Mayawati)એ બાબાસાહેબ આંબેડકરની જેમ બૌદ્ધ ધર્મ અપનાવવાની વાત કરી છે. માયાવતીએ આ વાત મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કરી. આરએસએસના મુખ્યાલયવાળા શહેર નાગપુરમાં બીએસપી ઉમેદવાર માટે મત માંગવા પહોંચેલા માયાવતીએ કહ્યું કે તેઓ બાબાસાહેબના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લેશે. રેલીમાં બીએસપી સુપ્રીમોએ કહ્યું કે આરએસએસ પ્રમુખે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ભારત હિન્દુ રાષ્ટ્ર છે આથી મુસ્લિમો અહીં સુખી છે. અમે આરએસએસના આ તર્કો સાથે સહમત નથી. ભારત હિન્દુ રાષ્ટ્ર નહીં પરંતુ એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. 

તેમણે કહ્યું કે હાલની સરકારે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો તો અમે તેમનું સમર્થન કર્યું. પરંતુ તેનો અર્થ એ નથી કે આ સરકારની ખોટી નીતિઓનું સમર્થન કરીશું. કેન્દ્ર સરકારની ખોટી આર્થિક નીતિના કારણે દેશની આર્થિક સ્થિતિ બગડી છે. તૈયારી વગર કરાયેલી નોટબંધી, જીએસટી અને પૂંજીવાદી સમર્થનક નીતિઓ લાગુ કરાઈ. બીએસપી સુપ્રીમોએ કહ્યું કે બીએસપી મહારાષ્ટ્ર ચૂંટણીમાં ચૂંટણી ઘોષણા પત્ર બહાર નહીં પાડે કારણ કે લોકોનો આવા ચૂંટણી ઢંઢેરાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. 

જુઓ LIVE TV

માયાવતીએ કહ્યું કે અમારી પાર્ટી મહારાષ્ટ્રની 90 ટકા બેઠકોમાં પોતાની તાકાતથી લડી રહી છે. સર્વસમાજના લોકોને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. ત્યારબાદ માયાવતીએ કહ્યું કે ધર્મ પરિવર્તનના મામલે મારા વિશે પણ તમે લોકો ઘણું વિચારતા હશો કે બહેનજી બાબાસાહેબના ધર્મપરિવર્તિનના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મની દિક્ષા ક્યારે લેશે. હું બૌદ્ધ ધર્મની દિક્ષા જરૂર લઈશ પરંતુ આ નિર્ણય યોગ્ય સમય આવશે ત્યારે લઈશ. હું દુ:ખી છું કારણ કે મહારાષ્ટ્રમાં તમે લોકો આગળ વધી શક્યા નથી. ચૂંટણીમાં જીતી શક્યા નથી. તમારી આ સ્થિતિનો ફાયદો પૂંજીવાદી તાકાતો લઈ રહી છે. 

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 24 ઓક્ટોબરે મતગણતરી શરૂ થશે અને એ જ દિવસે પરિણામ જાહેર થશે. ભાજપ સમર્થિક એનડીએમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અનુસૂચિન જાતિના સૌથી મોટા ચહેરા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news