રાહુલ ગાંધી એવા કેપ્ટન છે જે કોંગ્રેસના ડૂબતા જહાજને છોડીને ભાગી ગયા: ઓવૈસી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે મુસ્લિમ સમાજને અનામત આપવાની માગણી કરી. થાણે જિલ્લાના ભિવંડીમાં પોતાની પાર્ટીના ઉમેદવારો માટે મત માંગવા માટે પહોંચેલા ઓવૈસીએ પોતાના ભાષણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી એવા કેપ્ટન છે જે કોંગ્રેસ નામના ડૂબતા જહાજને છોડીને ભાગી ગયાં. 
રાહુલ ગાંધી એવા કેપ્ટન છે જે કોંગ્રેસના ડૂબતા જહાજને છોડીને ભાગી ગયા: ઓવૈસી

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે મુસ્લિમ સમાજને અનામત આપવાની માગણી કરી. થાણે જિલ્લાના ભિવંડીમાં પોતાની પાર્ટીના ઉમેદવારો માટે મત માંગવા માટે પહોંચેલા ઓવૈસીએ પોતાના ભાષણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી એવા કેપ્ટન છે જે કોંગ્રેસ નામના ડૂબતા જહાજને છોડીને ભાગી ગયાં. 

ઓવૈસીએ કહ્યું કે જ્યારે જહાજ સમુદ્રમાં ડૂબવા લાગે છે ત્યારે જહાજના કેપ્ટન બધાને સુરક્ષિત બહાર કાઢે છે. પરંતુ રાહુલ ગાંધી એવા કેપ્ટન છે જે કોંગ્રેસના ડૂબતા જહાજને જોઈને ભાગી રહ્યાં છે. 

જુઓ LIVE TV

ઓવૈસીએ વધુમાં કહ્યું કે આ દેસમાં મુસ્લિમ કોંગ્રેસની 70 વર્ષોની કૃપા પર જીવતા નથી. પરંતુ અમે લોકો બંધારણ અને અલ્લાહની મરજીથી જીવતા છીએ. ઓવૈસીએ કેન્દ્રની મોદી સરકાર ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ સમજતા હોય કે તેમણે ટ્રિપલ તલાક બિલ લાવીને મુસ્લિમ મહિલાઓ સાથે ન્યાય કર્યો તો તે ખોટી ધારણા છે. 

વધુમાં તેમણે  કહ્યું કે જો પીએમ મોદી સાચે જ મુસ્લિમ સમાજ સાથે ન્યાય કરવા માંગતા હોય તો સમગ્ર મહારાષ્ટ્રમાં મુસલમાનો તરફથી હું તેમને પ્રાર્થના કરું છું કે મરાઠાઓની જેમ તેમને (મુસ્લિમ સમાજ)ને પણ અનામત આપે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news