uddhav thakrey

ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ સમારોહ માટે સાંગલીના આ ખેડૂત દંપતિને મોકલ્યું ખાસ નિમંત્રણ

15 નવેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરેએ નપે સાંગલીના વિટા વિસ્તારની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની મુલાકાત સંજય સાવંત અને તેની પત્ની રૂપાલી સાવંત સાથે થઈ હતી. આ ખેડૂત અને વિઠ્ઠલ ભક્તોએ શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માગણી કરી હતી. ભગવાન વિઠ્ઠળની નગરી પંઢરપુરથી ચંદ્રભાગા નદીમાંથી લાવેલું તીર્થ અને તુલસીની માળા પણ ઉદ્ધવ ઠાકરેને ભેટમાં આપવામાં આવી હતી. સાથે જ શિવસેનાનો મુખ્યમંત્રી બને તેના માટે આ દંપતિએ 5 દિવસનો ઉપવાસ પણ રાખ્યો હતો. 

Nov 27, 2019, 03:31 PM IST

ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, શરદ પવારના ચરણસ્પર્શ કરી લીધા આશિર્વાદ

આ બેઠકમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનને 'મહા વિકાસ અઘાડી' (Maha Vikas Aghadi) નામ આપવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ અઘાડીને ધારાસભ્ય દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા છે.

Nov 26, 2019, 08:33 PM IST

ફડણવીસની સરપ્રાઈઝથી સરેન્ડર સુધીઃ મહારાષ્ટ્રમાં 80 કલાકના 8 મોટા ઘટનાક્રમ

80 કલાક કરતાં પણ ઓછા સમય સુધી ચાલેલી આ સરકારનો અંત આશ્ચર્યચકિત કરનારો નહીં પરંતુ નક્કી જ હતો. મંગળવારે સવારે 10.30 કલાકે જ્યારે સુપ્રીમ કોર્ટે 30 કાલકમાં બહુમત સાબિત કરવા માટે ફડણવીસ સરકારને આદેશ આપ્યો અને તેનું લાઈવ પ્રસારણ કરવા પણ જણાવ્યું ત્યારે જ તેનો અંત નક્કી થઈ ગયો હતો. એટલે કે, હવે કોઈ પણ પ્રકારના હોર્સ ટ્રેડિંગની સંભાવના પણ સમાપ્ત થઈ ગઈ હતી

Nov 26, 2019, 08:00 PM IST

ઉદ્ધવ ઠાકરે આવતીકાલે લઈ શકે છે CM પદની શપથ, જયંત પાટિલ અને થોરાત બની શકે Dy CM

મંગળવારે સાંજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક યોજાવાની છે, જેમાં ઉદ્ધવ ઠાકરેને ધારાસભ્ય દળના નેતા ચૂંટવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. 

Nov 26, 2019, 06:07 PM IST

શિવસેનાની માગણીઓ ભાજપ સ્વીકારી શકે એમ નથી- અમિત શાહ

અમિત શાહે જણાવ્યું કે, "ચૂંટણી પહેલા વડાપ્રધાન અને મેં અનેક વખત જાહેરમાં નિવેદન આપ્યા હતા કે જો અમારું ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે. એ સમયે કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો. હવે તેઓ નવી માગણી સાથે અમારી સામે આવ્યા છે, જેનો સ્વીકાર કરી શકાય એમ નથી."

Nov 13, 2019, 07:26 PM IST

અમને ટેકો મેળવવા માટે ઓછો સમય મળ્યો, રાષ્ટ્રપતિ શાસનથી ડરવાની જરૂર નથીઃ ઉદ્ધવ ઠાકરે

પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા એવી સંભાવના હતી કે ભાજપની 200-220 સીટો આવશે. એવી સ્થિતિમાં ભાજપના લોકો અમને મળવા આવ્યા હતા. અમે અંધારામાં તીર લગાવીને તેમનો સાથ આપ્યો હતો.

Nov 12, 2019, 09:04 PM IST

મહારાષ્ટ્રઃ શિવસેનાને વધુ સમય આપવા માટે રાજ્યપાલે કર્યો ઈનકાર, આપ્યા 24 કલાક

આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, "રાજ્યપાલે સરકાર રચવા માટે અમે કરેલા દાવાનો ફગાવ્યો નથી, પરંતુ તેમણે વધુ સમય આપવાનો ઈનકાર કર્યો છે. અમે રાજ્યપાલ પાસે 2 દિવસનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે અમને માત્ર 24 કલાકનો સમય આપ્યો છે."
 

Nov 11, 2019, 08:09 PM IST

LIVE : મહારાષ્ટ્રઃ શિવસેનાએ રાજ્યપાલ સમક્ષ 161 ધારાસભ્યોના ટેકા સાથે સરકાર રચવાનો દાવો કર્યો

શિવસેનાના 56 ધારાસભ્ય અને એનસીપીના 54 ધારાસભ્યો સાથે શિવસેનાને 7 અપક્ષોનો ટેકો હોવાનો દાવો છે. આ ગણતરી સાથે પણ 117નો આંકડો થાય છે. હવે તેમને કોંગ્રેસના 44 ધારાસભ્યોનો ટેકો મળ્યો છે તો આ આંકડો કુલ 161 ધારાસભ્યનો થાય છે. આ રીતે. બહુમતિ માટે જરૂરી 145નો આંકડો સરળતાથી પુરો થઈ જશે. 

Nov 11, 2019, 06:10 PM IST

ઉલટી ગંગાઃ અત્યાર સુધી નેતાઓ 'માતોશ્રી' જતા હતા, હવે ઉદ્ધવ સત્તા માટે પવારને મળવા પહોંચ્યા

ભાજપ-શિવસેના ગઠબંધન તુટી જવાની સાથે જ સત્તા માટે નવો સાથીદાર શોધવા માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને 'માતોશ્રી'ની બહાર નિકળવું પડ્યું છે. રાજ્યમાં સરકારની રચના બનાવવા માટે ઉદ્ધવ આજે હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં એનસીપીના નેતા શરદ પવારને મળવા માટે પહોંચ્યા હતા.

Nov 11, 2019, 03:43 PM IST

ઉદ્ધવ બની શકે છે મહારાષ્ટ્રના હવે પછીના મુખ્યમંત્રી, અજિત પવાર નાયબ મુખ્યમંત્રીઃ સૂત્ર

આ સરકારને ટેકો આપવાના બદલામાં કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ આપી શકે છે. સૂત્રો અનુસાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે થયેલી વાટાઘાટોમાં મંત્રીમંડળનું સ્વરૂપ પણ ફાઈનલ થઈ ચૂક્યું છે. 

Nov 10, 2019, 11:40 PM IST

મહારાષ્ટ્રઃ શિવસેના આવતીકાલે સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે, NCP આપશે ટેકો- સૂત્ર

શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે સાંજે જણાવ્યું કે, પાર્ટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં હવે પછીનો મુખ્યમંત્રી શિવસેનાનો હશે. તેમણે કહી દીધું એટલે સમજી લો કે તે જ થશે, પછી તે કોઈ પણ કિંમતે કેમ ન હોય. 
 

Nov 10, 2019, 09:03 PM IST

શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માટે અમારે ફડણવીસ અને શાહની જરૂર નથીઃ ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું કે, "બાલા સાહેબને વચન આપ્યું હતું કે, હું શિવસેનાનો મુખ્યમંત્રી બનાવીશ. શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માટે મારે ફડણવીસ અને અમિશ શાહના આશિર્વાદની જરૂર નથી. તેમના સાચા-ખોટાના પ્રમાણપત્રની જરૂર નથી."

Nov 8, 2019, 07:40 PM IST

ફડણવીસના વાર પર શિવસેનાનો પલટવાર, 'અમે ઈચ્છીએ તો સરકાર બનાવી શકીએ છીએ'

રાઉતે જણાવ્યું કે, "50-50 ફોર્મ્યુના નક્કી થઈ છે કે નહીં એ હું જાણતો નથી, પરંતુ ઉદ્ધવ ઠાકરે સાહેબ કહી રહ્યા છે કે નક્કી થયું હતું. નિતિન ગડકરી એ સમયે હાજર ન હતા. જો મુખ્યમંત્રી કહે છે કે ભાજપની સરકાર ફરી આવશે તો અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અમે ઈચ્છીએ તો સરકાર બનાવી શકીએ છીએ અને શિવસેનાનો મુખ્યમંત્રી પણ બની શકે છે."
 

Nov 8, 2019, 06:30 PM IST

શિવસેના-NCP વચ્ચે 50-50 ફોર્મ્યુલા પર સહમતિ, પવારને મળ્યા રાઉત, માતોશ્રીમાં ઉદ્ધવની બેઠક

સરકાર બનાવવા અંગે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે શિવસેનાના ટોચનાં નેતાઓની બેઠક યોજાઈ રહી છે. સંજય રાઉત પણ ત્યાં પહોંચી ગયા છે. તેઓ શરદ પવાર સાથે શું વાતચીત થઈ, તેની વિગતો આપશે.

Nov 6, 2019, 01:22 PM IST

મહારાષ્ટ્ર કોકડું : શિવસેનાના 48 કલાકના અલ્ટીમેટમ પર ભાજપે આપી કંઈક આવી પ્રતિક્રિયા

મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું છે કે, તેમને અત્યાર સુધી સરકારની રચના અંગે શિવસેના તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. પાટિલે કહ્યું કે, "અમે રાહ જોઈ રહ્યા છીએ અને અમારા દરવાજા તેમના માટે 24 કલાક ખુલ્લા છે. અમે વહેલામાં વહેલી તકે 'મહાયુતી' સરકાર બનાવીશું."

Nov 5, 2019, 08:50 PM IST

BJP- શિવસેના વચ્ચે મધ્યસ્થી દ્વારા વાટાઘાટો, એક-બીજા સમક્ષ મુક્યા નવા પ્રસ્તાવઃ સૂત્ર

શિવસેનાએ અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ અને 21 મંત્રી પદની માગણી કરી રહી છે. કેન્દ્ર સરકારમાં પણ એક મંત્રી પદની માગણી કરી છે. આ સાથે જ શિવસેનાએ રાજ્યમાં મહેસુલ, નાણા, શહેરી વિકાસ અને ગૃહમંત્રાલયમાંથી કોઈ પણ બે મંત્રાલય શિવસેના પાસે રહે તેવી શરતો રજુ કરી છે. 

Nov 1, 2019, 07:55 PM IST

'ધર્મ-જાતિની રાજનીતિ કરતી પાર્ટીને ટેકો ન આપી શકીએ': સુશીલકુમાર શિંદે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલકુમાર શિંદેએ જણાવ્યું કે, તેમની પાર્ટી શિવસેનાને ક્યારેય ટેકો નહીં આપે. રાજ્યની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમત મળ્યો નથી. અખબારોમાં ચર્ચા છે કે કોંગ્રેસ કોને ટેકો આપશે? અમારી પાર્ટી ધર્મનિરપેક્ષ છે, ધર્મ-જાતિનું રાજકારણ ખેલનારાને અમે ટેકો આપી શકીએ નહીં. 

Nov 1, 2019, 04:42 PM IST

મહારાષ્ટ્રઃ વધુ એક અપક્ષ ધારાસભ્યએ આપ્યો શિવસેનાને ટેકો, સંખ્યા થઈ 62

ધુલે જિલ્લાની સાક્રી વિધાનસભા સીટ પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા મહિલા ધારાસભ્ય મંજુલા ગાવિતે શિવસેનાને ટેકો આપવાની જાહેરાત કરી છે.

Oct 30, 2019, 07:08 PM IST

મહારાષ્ટ્રઃ ડેપ્યુટી CM પદ સાથે જ શિવસેનાને રાજી કરવા BJPએ બનાવ્યો માસ્ટર પ્લાન

શિવસેનાની 50-50 ફોર્મ્યુલાનો તોડ કાઢવા માટે હવે ભાજપ નાયબ મુખ્યમંત્રી પદની સાથે-સાથે શવિસેનાને મંત્રીઓનો ક્વોટા પણ વધારવાનો નિર્ણય લઈ રહી છે. સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ એક રાજ્યમંત્રીના પદની ઓફર અંગે ભાજપ વિચારી રહ્યું છે. 
 

Oct 30, 2019, 04:21 PM IST

BJP ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા ફડણવીસ, ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોને તાબડતોડ બોલાવ્યા

મહારાષ્ટ્ર(Maharashtra)માં સરકારની રચના મુદ્દે ભાજપ(BJP) અને શિવસેના(Shivsena) વચ્ચે ચાલી રહેલી મડાગાંઠની વચ્ચે બુધવારે મુંબઈમાં ભાજપ(BJP)ના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadanvis) ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ પણ ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી છે. 

Oct 30, 2019, 03:46 PM IST