Cabinet minister News

‘મુસલમાનોને આઝાદી સમયે જ પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા, આપણા પૂર્વજોએ ભૂલ કરી...’
કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે (Giriraj Singh) એકવાર ફરીથી વિવાદિન નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વર્ષ 1947માં તમામ મુસલમાનો (muslim) ને પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા. આપણા પૂર્વજોની આ સૌથી મોટી ભૂલ હતી. જેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યાં છે. ગુરુવારના દિવસે બિહારના પુર્ણિયામાં મીડિયા કર્મચારીઓની સંબોધિત કરતા તેમણે કહ્યું કે, નાગરિકતા કાયદાના નામ પર દેશમાં ભારત વિરોધી એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે શરજીલ ઈમામના વિવાદિત નિવેદન પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે, આ નિવેદન લોકતાંત્રિક નહિ, પરંતુ વિરોધી આંદોલન છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે અસુદ્દીન ઔવેસીની રેલીમાં એક યુવતીએ પાકિસ્તાન સમર્થિત નારા લગાવ્યા હતા. તો શરલીજ ઈમામે આસામને ભારતથી અલગ કરવા તથા જેએનયુના ટુકડા-ટુકડાના નારાને જોડી ગિરીરાજ સિંહે આ પ્રતિક્રીયા આપી છે. 
Feb 21,2020, 12:26 PM IST

Trending news