Maharashtra: હાઈકોર્ટના નિવૃત જજના નેતૃત્વમાં થશે અનિલ દેશમુખ પર લાગેલા આરોપોની તપાસ

પરમહીર સિંહે હાલમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ રાજ્ય જ નહીં દેશની રાજનીતિમાં પણ ભૂકંપ આવી ગયો હતો. સિંહે આરોપ લગાવ્યો કે દેશમુખે સચિન વાઝેને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. 
 

Maharashtra: હાઈકોર્ટના નિવૃત જજના નેતૃત્વમાં થશે અનિલ દેશમુખ પર લાગેલા આરોપોની તપાસ

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ વસૂલીના આરોપોની તપાસ પર મુખ્યમંત્રી અને રાજ્ય શાસને નિર્ણય લીદો છે. હાઈકોર્ટના નિવૃત જજના નેતૃત્વમાં દેશમુખ પર લાગેલા આરોપોની તપાસ કરવામાં આવશે. આ જાણકારી ખુદ ગૃહ મંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) એ આપી છે. 

દેશમુખે કહ્યુ, જે આરોપ મારા પર પૂર્વ મુંબઈ પોલીસ કમિશનરે લગાવ્યા હતા, મેં તેની તપાસ કરાવવાની માંગ કરી હતી. મુખ્યમંત્રી અને રાજ્ય સરકારે મારા પર લાગેલા આરોપોની તપાસ હાઈકોર્ટના નિવૃત જજ પાસે કરાવવાનો નિર્ણય લીધો છે. જે પણ સત્ય હશે તે સામે આવશે. 

દેશમુખે ઉદ્ધવને લખ્યો હતો પત્ર
હાલમાં અનિલ દેશમુખે આ બાબતે મુખ્યમંત્રી ઠાકરેને પત્ર લખ્યો હતો. પત્રમાં દેશમુખે કહ્યુ હતુ કે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહે તેમના પર જે વસૂલોના આરોપ લગાવ્યા છે, તે બધા આરોપોની તપાસ કરાવવામાં આવે. જ્યારે આરોપોની તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 

દેશમુખ પર લાગ્યા છે ગંભીર આરોપ
મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગેરકાયદેસર વસૂલીના સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. તેમણે તે પણ કહ્યુ હતુ કે એન્ટિલિયા વિસ્ફોટક મામલામાં ધરપકડ થયેલા પોલીસ અધિકારી સચિન વાઝે સાથે દેશમુખ સીધા સંપર્કમાં હતા. તેમણે વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર અને દેશમુખે આ આરોપોને નકારી દીધા હતા. 

હવે પરમબીરે બોમ્બે હાઈકોર્ટમાં એક આપરાધિક મામલાના સંબંધમાં અરજી દાખલ કરી છે. સિંહે દેશમુખ વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા સીબીઆઈ તપાસની માંગ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news