વિધાનસભા ચૂંટણી પહેલા જ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, નિરૂપમે આપી પાર્ટી છોડવાની ધમકી!
Trending Photos
મુંબઈ: હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. પરંતુ તે પહેલા જ કોંગ્રેસમાં બળવાની સ્થિતિ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસમાં તણાવ ચરમસીમાંએ જોવા મળ્યો છે. હરિયાણામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરે ઈલેક્શન કેમ્પેઈન સંબંધિત બધી સમિતિઓમાંથી રાજીનામા આપી દીધા છે. ટ્વીટર પર જાહેર કરેલા પત્રમાં તેમણે લખ્યું છે કે ટિકિટ ફાળવણી અને તેમના મતની અવગણનાને ધ્યાનમાં રાખીને તેમણે આમ કર્યું છે. આ બાજુ મહારાષ્ટ્રમાં પણ મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે તો પાર્ટી છોડવાની ધમકી આપી દીધી છે.
કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે ટિકિટ ફાળવણીને લઈને પોતાની નારાજગી ખુલ્લેઆમ રજુ કરી છે. નિરૂપમે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને કહ્યું છે કે કદાચ પાર્ટીને હવે તેમની સેવાઓની જરૂર નથી. અત્રે જણાવવાનું કે વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસના નેતા વિપક્ષ રહી ચૂકેલા રાધાકૃષ્ણ વિખે પાટીલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને કેસરિયો ધારણ કરી ચૂક્યા છે.
I hope that the day has not yet come to say good bye to party. But the way leadership is behaving with me, it doesn’t seem far away. https://t.co/B07biJWp5M
— Sanjay Nirupam (@sanjaynirupam) October 3, 2019
સંજય નિરૂપમે ટિકિટ વહેંચણીમાં પોતાની અવગણના થતા ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે એવું લાગે છે કે પાર્ટીને હવે મારી સેવાઓની જરૂર નથી. મુંબઈમાં મેં વિધાનસભા ચૂંટણી માટે ફક્ત એક નામની ભલામણ કરી હતી. મને ખબર પડી છે કે તે પણ ફગાવી દેવાયું. મે નેતૃત્વને પહેલા જ જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં હું ચૂંટણી પ્રચારમાં ભાગ લઈશ નહીં. આ મારો છેલ્લો નિર્ણય છે. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે મને આશા છે કે પાર્ટીને ગુડ બાય કહેવાનો સમય નહીં આવે. પરંતુ લીડરશીપ જે રીતે મારી સાથે વર્તન કરી રહી છે કે તે જોતા મને એવું લાગે છે કે હવે તે દિવસ દૂર નથી.
જુઓ LIVE TV
સંજય નિરૂપમે કહ્યું કે મુંબઈમાં 36 બેઠકો છે અને મે તમામ વરિષ્ઠ નેતાઓને મારી લોકસભા વિસ્તારની એક બેઠક માટે કહ્યું હતું અને એ માટે મે એક યોગ્ય ધારાસભ્ય પણ આપ્યો હતો. જેણે ગત લોકસભા ચૂંટણીમાં ખુબ મહેનત કરી હતી. તેમણે કહ્યું કે અને આજે મને ખબર પડી છે કે જે નામ મેં રજુ કર્યું હતું તેને ફગાવી દેવાયું છે. જેનો અર્થ એ થયો કે પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી અને જો પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી તો હું ચૂંટણી પ્રચારમાંથી હટી જાઉ એ જ યોગ્ય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે