મહારાષ્ટ્રઃ ચરમસીમાએ પહોંચ્યો રાજકીય ડ્રામા, રાજ્યપાલે NCPને મળવા બોલાવી
એનસીપીના નેતા નવાબ મલિકે જણાવ્યું કે, "રાજ્યપાલ દ્વારા અમને મળવા માટે બોલાવાયા છે. અમારું પ્રતિનિધિમંડળ તેમને મળવા જઈ રહ્યું છે. રાજ્યપાલ તરફથી પત્ર મળી ગયા પછી અમે અમારી સાથી પાર્ટી કોંગ્રેસ સાથે રાજ્યમાં સ્થિર સરકાર કેવી રીતે આપી શકાય તેના અંગે ચર્ચા કરીશું."
Trending Photos
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે રાજકીય ડ્રામા હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. શિવસેનાને વધુ સમય આપવાનો ઈનકાર કર્યા પછી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્યની ત્રીજી સૌથી મોટી પાર્ટી એનસીપીને મળવા માટે બોલાવી છે.
આ અંગે એનસીપીના નેતા અજિત પવારે કહ્યું કે, "ગવર્નરે અમને મળવા માટે બોલાવ્યા છે. છગન ભુજબળ, જયંત પાટિલ અને અન્ય નેતાઓ સાથે હું રાજ્પાલને મળવા જવાનો છું. રાજ્યપાલે અમને શા માટે મલવા બોલાવ્યા તેનું કારણ અમને ખબર નથી. ગવર્નર રાજ્યની મહત્વની વ્યક્તિ છે એટલે અમે તેમને મળવા જઈ રહ્યા છીએ."
એનસીપીના નેતા નવાબ મલિકે જણાવ્યું કે, "રાજ્યપાલ દ્વારા અમને મળવા માટે બોલાવાયા છે. અમારું પ્રતિનિધિમંડળ તેમને મળવા જઈ રહ્યું છે. રાજ્યપાલ તરફથી પત્ર મળી ગયા પછી અમે અમારી સાથી પાર્ટી કોંગ્રેસ સાથે રાજ્યમાં સ્થિર સરકાર કેવી રીતે આપી શકાય તેના અંગે ચર્ચા કરીશું."
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શિવસેનાનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યું હતું અને રાજ્યપાલ સમક્ષ 48 કલાકના સમયની માગણી કરી હતી. જોકે, રાજ્યપાલે 24 કલાકથી વધુ સમય આપવાનો ઈનકાર કરી દીધો હતો. આદિત્ય ઠાકરેએ આ અંગે જણાવ્યું કે, "રાજ્યપાલે સરકાર રચવા માટે અમે કરેલા દાવાનો ફગાવ્યો નથી, પરંતુ તેમણે વધુ સમય આપવાનો ઈનકાર કર્યો છે. અમે રાજ્યપાલ પાસે 2 દિવસનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે અમને માત્ર 24 કલાકનો સમય આપ્યો છે."
આદિત્ય ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં વધુ જણાવ્યું કે, "કોંગ્રેસ અને એસીપી એમ બંને પાર્ટી સાથે અમારી વાટાઘાટો ચાલી રહી છે. તેમના ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. રાજ્યમાં શિવસેના બીજી સૌથી મોટી પાર્ટી છે. અમે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્યપાલ સમક્ષ 48 કલાકનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે વધુ સમય આપવાનો ઈનકાર કર્યો છે."
આ બાજુ નવી દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીના ઘરે મળેલી બેઠકમાં કોંગ્રેસ અનિર્ણિત રહી હતી. બેઠક પછી મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મહારાષ્ટ્રમાં શિવસેનાને ટેકો આપવામાં હજુ સમય લાગશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મુંબઈ જઈને એનસીપીના પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે વાતચીત કરશે, ત્યાર પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે."
જુઓ LIVE TV....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે