કુંભ મેળામાં શાહી અથવા રાજયોગ સ્નાન શું હોય છે?

શાહી સ્નાનની સાથે જ મેળાનું આયોજન શરૂ થઇ ગયું છે. આ સાથે જ ચાર માર્ચ સુધી લગભગ 50 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે અને તે દરમિયાન આઠ મુખ્ય પર્વ પર શાહી સ્નાન થશે.

કુંભ મેળામાં શાહી અથવા રાજયોગ સ્નાન શું હોય છે?

પ્રયાગરાજ: કુંભમાં 15 જાન્યુઆરી પહેલા શાહી સ્નાનની સાથે જ મેળાનું આયોજન શરૂ થઇ ગયું છે. આ સાથે જ ચાર માર્ચ સુધી લગભગ 50 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે અને તે દરમિયાન આઠ મુખ્ય પર્વ પર શાહી સ્નાન થશે. તે દરમિયાન દુનિયાનું સૌથી મોટું ધાર્મિક આયોજનમાં લગભગ 12 કરોડ લોકોનું જોડાવવાની સંભાવના છે. માત્ર એટલું જ નહીં લાખો વિદેશી નાગરીકો પણ તેનાથી અભિભૂત થઇને કુંભ મેળાની સાંસ્કૃતિક પક્ષનો આનંદ લશે. આ સવાલ તો જરૂરથી ઉભો થતો હશે કે સામાન્ય સ્નાનની સખામણીએ શાહી સ્નાન શું હોય છે?

શાહી સ્નાન
તેના અંતર્ગત સાધુ-સંતથી જોડાયેલા 13 અખાડો શુભ-મુહૂર્ત માટે નક્કી સમય પર સંગમ અથવા અન્ય કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરે છે. માન્યતા છે કે આ શુભ-મુહૂર્તમાં સ્નાન કરવાથી મોક્ષનું વરદાન મળે છે. સાધુ-સંતો અને તેમની સાથે જોડાયેલા નાગા સાધુઓના કુલ 13 અખાડા છે. આ રીતે દરેક પર્વ પર ધાર્મિક આધર પર શાહી સ્નાનનો સમય અને સમયગાળો તંત્ર દ્વારા નક્કી કરવામાં આવે છે. મોટા ભાગે એક અકાડા માટે 45 મિનિટનો સમય નક્કી કરવામાં આવે છે.

દરેક અખાડો નક્કી સમય અનુસાર તેમના વૈભવ અને શક્તિનું પ્રદર્શન કરવાની સાથે હાથી-ધોડા અને સોના-ચાંદીની પાલખીઓ અને શસ્ત્રોની સાથે સ્નાન માટે પહોંચી જાય છે. સામાન્ય રીતી શાહી સ્નાન માટે અખાડાને જે જગ્યા નક્કી કરવામાં આવે છે, ત્યાં સામાન્ય જનતાને સ્નાન કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. શાહી સ્નાન પછી તે જગ્યા પર સામાન્ય જનતાને સ્નાન કરવાની પરવાનગી આપવામાં આવે છે.

https://hindi.cdn.zeenews.com/hindi/sites/default/files/kumbh-1_1.jpg

નાગા સાધુ
કુંભ મેળામાં હમેશાં નાગા અખાડાના શાહી સ્નાન સૌથી આકર્ષણનું કેન્દ્ર હોય છે. શિવના ભક્ત આ નાગા સાધુઓની એક રહસ્યમય દુનિયા છે. માત્ર કુંભ મેળામાં જ તે જોવા મળે છે. આ પહેલા અને ત્યાર બાદ સામાન્ય જનતા વચ્ચે તેઓ ક્યાંય દેખાતા નથી. સામાન્ય જનતાથી દુર તેમના અખાડામાં રહે છે. કેહવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ઋષિ દત્તાત્રેયે નાગા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આઠમી સદીમાં આદી શંકરાચાર્યએ સનાતન ધર્મની રક્ષા માટે નાગા સંપ્રદાયનું સંગઠન કર્યું હતું. તે ભગવાન શિવના ઉપાસક હોય છે. નાગા સાધુ જે જગ્યા પ રહે છે, તે તેમનો અકાડો કહેવાય છે. આ અખાડા આદ્યાત્મિક ચિંતન અને કુશ્તીનું કેન્દ્ર હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news