સોશિયલ મીડિયાનો ક્રેઝ યુવકને ભારે પડ્યો, કેમેરામાં કેદ થયું મોત, Video જોઈને હાજા ગગડી જશે

એક યુવક રેલવે ટ્રેક પાસે ઊભા રહીને પૂરપાટ ઝડપે આવતી ટ્રેન સાથે પોતાનો વીડિયો બનાવવાની કોશિશમાં હતો પરંતુ ટ્રેનની ઝપેટમાં આવી જતા આ 22 વર્ષના યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો. 

સોશિયલ મીડિયાનો ક્રેઝ યુવકને ભારે પડ્યો, કેમેરામાં કેદ થયું મોત, Video જોઈને હાજા ગગડી જશે

હોશંગાબાદ: સોશિયલ મીડિયા પર દમદાર પોસ્ટ કરવાનો શોખ ભારે પડી ગયો. એક યુવક રેલવે ટ્રેક પાસે ઊભા રહીને પૂરપાટ ઝડપે આવતી ટ્રેન સાથે પોતાનો વીડિયો બનાવવાની કોશિશમાં હતો પરંતુ ટ્રેનની ઝપેટમાં આવી જતા આ 22 વર્ષના યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો. 

ટ્રેનની ઝપેટમાં આવ્યો યુવક
હોશંગાબાદના પથરૌટા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ નાગેશ વર્માએ જણાવ્યું કે આ ઘટના રવિવારે સાંજે લગભગ સાડા પાંચ વાગે ઈટારસી-નાગપુર રેલવે ટ્રેક પર હોશંગાબાદ જિલ્લાના ઈટારસી સ્થિત શરદદેવ બાબા રેલવે પુલ પર થઈ. મૃતકની ઓળખ પાસના પંજારાકલા ગામમાં રહેતા સંજૂ ચૌરે તરીકે થઈ. 

— Zee News (@ZeeNews) November 22, 2021

સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવી રહ્યો હતો યુવક
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ નાગેશ વર્માએ જણાવ્યું કે ખબર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પૂછપરછમાં સામે આવ્યું કે સંજૂ સોશિયલ મીડિયામાં પોસ્ટ નાખવા માટે ચાલુ ટ્રેન સાથે પોતાનો વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે ટ્રેન અચાનક આવી જતા પવનના કારણે સંતુલન ગુમાવી બેઠો અને ટ્રેન સાથે ટકરાઈને દૂર જઈ પડ્યો અને બેહોશ થઈ ગયો. તેમણે જણાવ્યું કે બાદમાં ઘાયલ સંજૂને તરત હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. પોલીસે કેસ દાખલ કરીને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. 

(ઈનપુટ-ભાષા) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news