Shri Krishna Janmabhoomi Case: શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલે અરજી સ્વીકારવામાં આવી, હવે નીચલી કોર્ટમાં ચાલશે કેસ

Shri Krishna Janmabhoomi-Shahi Idgah Masjid dispute: ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ એવા મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ પર મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે ટાઈટલ સૂટ પર મંજૂરી આપી છે.

Trending Photos

Shri Krishna Janmabhoomi Case: શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલે અરજી સ્વીકારવામાં આવી, હવે નીચલી કોર્ટમાં ચાલશે કેસ

Shri Krishna Janmabhoomi-Shahi Idgah Masjid dispute: ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ એવા મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ પર મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે ટાઈટલ સૂટ પર મંજૂરી આપી છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ જમીન વિવાદ પર કરાયેલી અરજી સુનાવણી માટે સ્વીકારી લેવાઈ છે. હવે નીચલી કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાશે. 

સિવિલ કોર્ટે પહેલા અરજી ફગાવી હતી પરંતુ હિન્દુ પક્ષે મથુરા કોર્ટમાં નવેસરથી અરજી દાખલ કરી. હવે મથુરા કોર્ટે અરજી સ્વીકારી લેતા કહ્યું કે આ મામલે લોઅર કોર્ટ તેના પર સુનાવણી કરે. હવે નીચલી કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. બંને પક્ષે દલીલો થશે અને ત્યારબાદ ચુકાદો આપવામાં આવશે. આ અરજીમાં 1968ના જીમીન કરારને રદ કરવાની માંગણી પણ કરાઈ છે. મથુરા ડિસ્ટ્રિક્ટર એન્ડ સેશન જજ રાજીવ ભારતીએ અરજીને સુનાવણી માટે મંજૂરી આપી. આ મામલે વકીલ રંજના અગ્નિહોત્રી જે પોતાને કૃષ્ણભક્ત હોવાનો દાવો કરે છે તે સહિત 6 વાદી છે. અરજી 2020માં કરાઈ હતી. જેમાં શાહી ઈદગાહની જમીન પર માલિકી હક વિશે દાવો કરાયો હતો. 

— ANI (@ANI) May 19, 2022

મથુરા કોર્ટે શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ સંલગ્ન અરજીને સુનાવણી યોગ્ય ગણી છે. અત્રે જણાવવાનું કે 13.37 એકર જમીનના માલિકી હકનો આ વિવાદ છે. જેમાં 10.9 એકર જમીન શ્રીકૃષ્ણ જન્મસ્થાન પાસે અને 2.5 એકર જમીન શાહી ઈદગાહ મસ્જિદ પાસે છે. કાશી અને મથુરાનો વિવાદ પણ કઈક અયોધ્યા વિવાદ જેવો જ છે. હિન્દુઓનો દાવો છે કે કાશી અને મથુરામાં ઔરંગઝેબે મંદિર તોડીને મસ્જિદ બનાવડાવી હતી. ઔરંગઝેબે 1669માં કાશીમાં વિશ્વનાથ મંદિર તોડાવી નાખ્યું જ્યારે 1670માં મથુરામાં ભગવા કેશવદેવનું મંદિર તોડવાનું ફરમાન બહાર પાડ્યું. ત્યારબાદ કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ બની. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news