Terror Funding case: અલગાવવાદી નેતા યાસીન મલિક દોષિત જાહેર, આતંકી ગતિવિધિઓ સામેલ હોવાની કરી હતી કબૂલાત
કાશ્મીરનો અલગાવવાદી નેતા યાસિન મલિક ટેરર ફંડિગ મામલે દોષિત જાહેર થયો છે. NIA ની કોર્ટે યાસીન મલિકને દોષિત જાહેર કર્યો છે. આ મામલે સજા કેટલી થશે તેનો નિર્ણય 25મી મેના રોજ લેવાશે.
Trending Photos
નવી દિલ્હી: કાશ્મીરનો અલગાવવાદી નેતા યાસિન મલિક ટેરર ફંડિગ મામલે દોષિત જાહેર થયો છે. NIA ની કોર્ટે યાસીન મલિકને દોષિત જાહેર કર્યો છે. આ મામલે સજા કેટલી થશે તેનો નિર્ણય 25મી મેના રોજ લેવાશે. યાસિન મલિકે પોતે કબૂલાત કરી હતી કે તે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો. આ મહિને જ ખબર આવી હતી કે યાસીન મલિકે તે આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો તે સ્વીકાર્યું છે. તેણે અપરાધિક ષડયંત્ર રચ્યું હતું અને તેના પર લાગેલી દેશદ્રોહની કલમ પણ સાચી છે. યાસીન પર જે UAPA હેઠળ કલમો લાગી છે તે ગુના પણ તેણે સ્વીકાર્યા હતા.
અલગાવવાદી યાસીન મલિકે કોર્ટમાં કહ્યું કે તે યુએપીએની કલમ 16 (આતંકવાદી ગતિવિધિ), 17 (આતંકી ગતિવિધિઓ માટે ફંડ ભેગુ કરવું), 18 (આતંકવાદી કૃત્યનું ષડયંત્ર રચવું), તથા 20 (આતંકવાદી જૂથ કે સંગઠનનો સભ્ય હોવું) તથા ઈન્ડિયન પીનલ કોડની કલમ 120-બી (અપરાધિક ષડયંત્ર), તથા 124(એ) રાજદ્રોહ હેઠળ લાગેલા આરોપોને પડકારવા માંગતો નથી.
The court also sought an affidavit from Yasin Malik regarding his financial assessment and asked NIA to submit a report related to his financial assessment. Argument on sentence to take place on the next date of hearing, on 25th May.
— ANI (@ANI) May 19, 2022
થઈ શકે છે આ સજા
યાસીન મલિક પર જે કલમો હેઠળ કેસ દાખલ થયો છે તેમાં તેને વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે. યાસીન મલિક કાશ્મીરમાં સક્રિય રાજનેતા હતો અને યુવાઓને ભડકાવવામાં તેનો ખાસ ફાળો હોવાનું કહેવાય છે. તે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ(JKLF) સાથે જોડાયેલો છે. 2019માં કેન્દ્ર સરકારે જેકેએલએફ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હાલ તે તિહાડ જેલમાં બંધ છે. તેના પર 1990માં એરફોર્સના 4 જવાનોની હત્યાનો આરોપ છે. જે તેણે સ્વીકાર્યું પણ હતું. તે વખતે મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદના અપહરણનો પણ આરોપ લાગ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે