મૌલાના સાદની મરકજથી નિકળેલા જમાતીઓએ ફેલાવ્યો કોરોના, દિલ્હી પોલીસની તપાસમાં ખુલાસો!

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે 13 થી 24 માર્ચ વચ્ચે નિજામુદ્દીનના મરકજમાં લગભગ 15 હજારથી વધુ લોકો ગયા હતા. પોલીસે મોબાઇલ ફોન ડેટાનો ઉપયોગ અને લોકેશન ટ્રેસિંગથી શોધી કાઢ્યું છે.  

Updated By: May 4, 2020, 08:39 AM IST
મૌલાના સાદની મરકજથી નિકળેલા જમાતીઓએ ફેલાવ્યો કોરોના, દિલ્હી પોલીસની તપાસમાં ખુલાસો!

નવી દિલ્હી: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે 13 થી 24 માર્ચ વચ્ચે નિજામુદ્દીનના મરકજમાં લગભગ 15 હજારથી વધુ લોકો ગયા હતા. પોલીસે મોબાઇલ ફોન ડેટાનો ઉપયોગ અને લોકેશન ટ્રેસિંગથી શોધી કાઢ્યું છે.  

દિલ્હી પોલીસે સ્વાસ્થ્ય વિભાગ સાથે મળીને શોધી કાઢ્યું છે કે આ લોકો કઇ કઇ જગ્યાએ ગયા, કેટલા લોકોના સંપર્કમાં આવ્યા. તે હજારો લોકોની યાદી બનાવવામાં આવી છે, ખબર પડતાં જ તે તમામને સેલ્ફ કોરોન્ટાઇનમાં મોકલી દેવામાં આવ્યા હતા. જેટલા લોકો પોઝિટિવ આવ્યા હતા, તેમને આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. તપાસ રિપોર્ટમાં એ પણ જણાવ્યું કે મરકજથી નિકળેલા લોકો દ્વારા લગભગ 17 રાજ્યો દરેક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના સંક્રમણ ફેલાવવાની લીંક મળી આવી છે. 

રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે મૌલાના સાદે જમાતીઓની સંખ્યા અને લોકેશનની ખોટી જાણકારી આપી હતી. આ તપાસ રિપોર્ટ અને તેમાં લખેલી વાતો મૌલાના સાદ વિરૂદ્ધ પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે. આ તમામ પુરાવા દિલ્હી પોઈસ એક રિપોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને મોકલશે. તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં દિલ્હી પોલીસની અલગ-અલગ ઘણા યૂનિટો અને સ્વાસ્થ્ય વિભાગની ટીમોએ સાથે મળીને કામ કર્યું છે. 

દિલ્હી પોલીસને જાણકારી મળી હતી કે મરકજમાં 13 થી 24 માર્ચ વચ્ચે ઘણા બધા તબલીગી જમાત સાથે જોડાયેલા લોકો આવ્યા હતા. ઘણા વિદેશી પણ હતા, જેમાં સૌથી વધુ લોકો ઇંડોનેશિયાના હતા, કારણ કે ઇંડોનેશિયા પહેલાં હિંદૂ રાષ્ટ્ર હતું જો કે હવે ઇસ્લામિક દેશ બની ગયો છે. તે દેશમાં ઇસ્લામના પ્રચાર-પ્રસાર માટે સૌથી વધુ લોકો ભારત આવે છે કારણ કે ભારતની વિઝા પોલિસી ઇંડોનેશિયાથી ખૂબ ઉદાર છે. દિલ્હી પોલીસ હવે આ વાતને લઇને તપાસ કરી રહી છે કે ઇંડોનેશિયાએ ટૂરિસ્ટ વિઝા પર ભારત આવેલા જમાતીઓએ મરકજમાં જઇને ધાર્મિક સ્પીચને સાંભળીને વિઝા ઉલંઘન તો નથી કર્યું ને. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર