રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો માટે સરકારનો પ્લાન, મળશે કામ અને પૈસા


સરકારે તે નિર્ણય કર્યો છે કે આ ફસાયેલા મજૂરોનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી, એગ્રિકલ્ચર, કંસ્ટ્રક્શન અને અન્ય કામોમાં કરી શકાય છે. 20 એપ્રિલ બાદથી સંક્રમણ ઝોનની બહાર તમામ કામો કરવાની મંજૂરી મળી ગઈ છે.
 

રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો માટે સરકારનો પ્લાન, મળશે કામ અને પૈસા

નવી દિલ્હીઃ આ દિવસોમાં કોરોના વાયરસ (Coronavirus in india)ને કારણે દેશમાં લૉકડાઉન Lockdown in india) છે. આ લૉકડાઉનને કારણે ઘણા પ્રવાસી મજૂર (Migrant Labourers) પોતાના ઘરોથી દૂર બીજા રાજ્યોમાં ફસાયેલા છે. ઘણા તો ચાલીને ઘરે જવા નિકળી પજ્યા હતા, જેને સરહદ પર રોકીને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોમાં ફસાયેલા આ પ્રવાસી મજૂરોને આવવા જવાને લઈને કેટલિક ગાઇડલાઇન અથવા કહો તો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (એસઓપી) જારી કરી છે. તે અનુસાર કોઈપણ મજૂરને રાજ્યની બહાર જવાની મંજૂરી નથી, પરંતુ રાજ્યની અંદર તેની મૂવમેન્ટ કેટલાક નિયમોને ધ્યાનમાં રાખીને થઈ શકે છે. 

સરકારે તે નિર્ણય કર્યો છે કે આ ફસાયેલા મજૂરોનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી, એગ્રિકલ્ચર, કંસ્ટ્રક્શન અને અન્ય કામોમાં કરી શકાય છે. 20 એપ્રિલ બાદથી સંક્રમણ ઝોનની બહાર તમામ કામો કરવાની મંજૂરી મળી ગઈ છે, તેવામાં ત્યાં કામ કરનારની જરૂર હશે, જે કમી આ પ્રવાસી મજૂર પૂરી કરી શકે છે. આ મજૂરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કેટલિક ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.

લૉકડાઉનઃ 20 એપ્રિલથી આ કામમાં મળશે છૂટછાટ, જાણો સંપૂર્ણ લિસ્ટ  

એસઓપીમાં છે છે ગાઇડલાઇન્સ
- કોઈપણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં રહી રહેલા પ્રવાસી મજૂરી હાલ જ્યાં આશ્રય લઈ રહ્યાં છે, તેનું લોકલ ઓથોરિટીની સાથે રજીસ્ટર હોવું જરૂરી છે અને તેના સિલ્ક્સની મેપિંગ કરવામાં આવશે, જેથી તે પ્રમાણે તેને કામ આપી શકાય. 

- જો પ્રવાસી મજૂરોનો કોઈ સમૂહ પોતાના કામ કરવાની જગ્યાએ પરત જવા માગે છે અને તે રાજ્યમાં કોઈ બીજી જગ્યાએ છે તો પહેલા તેનું સ્ક્રીનિંગ થશે અને જો તે સ્વસ્થ હોય તો તેને કામની જગ્યાએ પહોંચાડી દેવામાં આવશે.

- તે ધ્યાન આપવું જરૂરી છે કે કોઈપણ લેબરને રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ, જ્યાં રહી રહ્યાં છે, તેનાથી બહાર જવાની મંજૂરી રહેશે નહીં.

- બસ યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે. સાથે જે બસો દ્વારા તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવશે. તેને સ્વાસ્થ્ય અધિકારીઓની ગાઇડલાઇન પ્રમાણે સેનેટાઇઝ કરવામાં આવશે. 

- 15 એપ્રિલે કોવિડ-19ના મેનેજમેન્ટ માટે જારી કરવામાં આવેલી ગાઇડલાઇનનું કડકથી પાલન થવું જરૂરી છે.

- સ્થાનીક તંત્રની જવાબદારી રહેશે કે તે મજૂરોને તેની યાત્રા દરમિયાન ખાવા-પીવાનું ઉપલબ્ધ કરાવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news