ઇનકમ ટેક્સની વેબસાઇટની ટેક્નિકલ સમસ્યા બાદ નાણામંત્રીએ લીધા પગલાં, Infosys ના CEO પાસે માંગ્યો જવાબ
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ને જણાવે કે નવા ઇ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ થયાના 2.5 મહિલા બાદ પણ પોર્ટલમાં ગરબડીનું સમાધાન કેમ કરવામાં આવ્યું નથી. તો બીજી તરફ 21 ઓગસ્ટથી પોર્ટલ જ ઉપલબ્ધ નથી.
Trending Photos
નવી દિલ્હી: ઘણા સમયથી નવી ઇનકમ ટેક્સ ઇ-ફાઇલિંગ (Income Tax) પોર્ટલમાં ટેક્નિકલ ખામી જોવા મળી રહી છે. નાણામંત્રી તરફથી પણ ઘણીવાર આ ટેક્નિકલ ખામીઓને દૂર કરવાના નિર્દેશ ઇંફોસિસને આપવામાં આવ્યા છે પરંતુ તેમછતાં તેને દૂર કરી નથી, ત્યારબાદ હવે નાણામંત્રાલયે ઇંફોસિસ (Infosys) ના એમડી અને સીઇઓ સલિલ પારેખ (Salil Parekh) પાસે જવાબ માગ્યો છે.
ઇનકમ ટેક્સ વિભાગના અનુસાર નાણામંત્રાલયે ઇંફોસિસના એમડી અને સીઇઓ સલિલ પારેખને 23 ઓગસ્ટના રોજ જવાબ માંગ્યો છે. જોકે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ને જણાવે કે નવા ઇ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ થયાના 2.5 મહિલા બાદ પણ પોર્ટલમાં ગરબડીનું સમાધાન કેમ કરવામાં આવ્યું નથી. તો બીજી તરફ 21 ઓગસ્ટથી પોર્ટલ જ ઉપલબ્ધ નથી.
તે પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) કહ્યું હતું કે તે આ વિષય પર ઇંફોસિસને સતત ધ્યાન અપાવી રહી છે. તેમણે કહ્યું હતું કે 'હું ઇંફોસિસ (પોર્ટલ વિકસિત કરનાર કંપની) ને તેના વિશે સતત ધ્યાન અપાવી રહી છું, અને (ઇંફોસિસના પ્રમુખ) નંદન નીલેકણિ મને આશ્વાસન સંદેશ મોકલી રહ્યા છે તે આગામી થોડા દિવસોમાં સમસ્યાઓને ઘણી હદે ઉકેલી દેશે.
સમસ્યા યથાવત છે
આ પહેલાં નાણામંત્રીએ કહ્યું હતું કે પોર્ટલ જૂનની તુલનામાં અત્યારે ઘણી હદે સારી રીતે કામ કરી રહ્યું છે પરંતુ અત્યારે પણ કેટલીક સમસ્યાઓ છે. તેમણે જણાવ્યું કે સાપ્તાહિક આધારે તેની પર નજર રાખવામાં આવી રહી છે અને આગામી થોડા અઠવાડિયામાં આ ખામીઓને ઘણી હદ સુધી ઉકેલી લેવામાં આવશે.
તમને જણાવી દઇએ કે નવી ઇનકમ ટેક્સ (Income Tax) ઇ-ફાઇલિંગ પોર્ટ સાત જૂનના રોજ શરૂ કર્યા બાદથી જ ઘણી ટેક્નિકલ ખામીઓથી ઘેરાયેલું રહ્યું. ઇંફોસિસને 2019માં આગામી પેઢીની ઇનકમ ટેક્સ ફાઇલિંગ સિસ્ટમને વિકસિક કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ સિસ્ટમમાં રિટર્ન નિર્દેશન સમય મર્યાદાને 63 દિવસથી ઘટાડીને એક દિવસ કરવામાં આવે અને રિફન્ડ જલદી થઇ શકે. સરકારે પોર્ટલ વિકસિત કરવા માટે જાન્યુઆરી 2019 થી જૂન 2021 વચ્ચે અત્યાર અસુધી ઇંફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે