આશીર્વાદ લેવા વાળા નિકળી શકે તો આપવા વાળા કેમ નહી? ભાજપની બેવડીનીતિ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા
ભારતીય જનતા પાર્ટીદ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં કેન્દ્રીય સ્તરના મંત્રીઓ પણ હાજરી આપી રહ્યા છે. કોરોના કાળ છતા પણ મોટા પ્રમાણમાં ટોળાઓ એકત્ર કરવામાં આવે છે અને તમામ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. તેવામાં ગણેશ ઉત્સવની પરવાનગી માંગવા જનારા લોકોને કોરોના ગાઇડલાઇનનું બહાનુ કરીને પરમિશન નથી અપાઇ રહી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે લોકો દ્વારા બેનરો લગાવીને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
Trending Photos
સુરત : ભારતીય જનતા પાર્ટીદ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં કેન્દ્રીય સ્તરના મંત્રીઓ પણ હાજરી આપી રહ્યા છે. કોરોના કાળ છતા પણ મોટા પ્રમાણમાં ટોળાઓ એકત્ર કરવામાં આવે છે અને તમામ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. તેવામાં ગણેશ ઉત્સવની પરવાનગી માંગવા જનારા લોકોને કોરોના ગાઇડલાઇનનું બહાનુ કરીને પરમિશન નથી અપાઇ રહી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે લોકો દ્વારા બેનરો લગાવીને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાથી કંટાળેલા લોકો હવે સરકારની બેવડીનીતિથી પણ કંટાળ્યા છે. જેના પગલે હવે શહેરોમાં જ્યાં જ્યાં ગણેશોત્સવની પરવાનગી નથી ત્યાં ત્યાં નાગરિકો દ્વારા બેનરો લગાવાયા છે. આશીર્વાદ લેવા વાળા નિકળી શકતા હોય તો આશીર્વાદ આપવા વાળા કેમ ન નિકળી શકે. આશીર્વાદ યાત્રાના નામે એકત્ર થનારા લોકોના ટોળા ઉમટી શકે તો ગણેશોત્સવની ઉજવણી કરવામાં પરવાનગી કેમ નહી. આ બેનરોમાં લોકોએ સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો છે કે, ગણેશજીના આશીર્વાદ નહી મળે તો ભાજપને પણ આશીર્વાદ નહી આપવામાં આવે.
પોતાના પ્રચાર પ્રસાર માટે તમામ નિયમોને માળીએ મુકી દેતી પાર્ટી સામાજિક કાર્યક્રમનો અને ધાર્મિક કાર્યક્રમોમાં પ્રતિબંધ શા માટે લગાવે છે. આવી બેવડી નીતિને જરા પણ સાંખી કે ચલાવી લેવામાં નહી આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપની બેવડી નીતિ સામે પહેલાથી જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનની ચૂંટણી સમયે પણ ભાજપ દ્વારા તમામ નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. જ્યારે લગ્ન કે મરણ માટે 50 લોકોને પણ એકત્ર થવા દેવાતા નહોતા.
નાગરિકોમાં અધિકારીઓ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. જનઆશીર્વાદ યાત્રા જેવા તાયફાઓમાં માસ્ક કે કોઇ પણ પ્રકારનાં નિયમનું પાલન નહી થતું હોવા છતા પણ પોલીસ મુકપ્રેક્ષક બની જાય છે ત્યારે આ જ પોલીસ સામાન્ય નાગરિક સામે નિયમના નામે ધોકા પછાડે ત્યારે નિયમથી બંધાયેલો નાગરિક ત્યારે તો મૌન હોય છે પરંતુ તેની અંદર ખદબદી રહેલો લાવા ચૂંટણી સમયે ઉકળીને બહાર આવે તો નવાઇ નહી. હાલ તો સરકાર વિરુદ્ધ નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે