શું કેદી માણસ નથી? અધિકારીના અનોખા અભિગમથી જેલમાં રક્ષાબંધનની ઉજવણી, બહેનો ભાવુક થઇ
બે વર્ષ બાદ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ગત વર્ષે રક્ષાબંધનને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. જેથી જેલમાં ઉજવણી શક્ય બની નહોતી. પરંતુ હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સરકારી ગાઇડલાઇન મુજબ જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી શક્ય બની છે. જોકે ઉજવણી દરમિયાન કેદીઓ અને તેમની બહેનો ભાવુક થયા હતા.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : બે વર્ષ બાદ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ગત વર્ષે રક્ષાબંધનને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. જેથી જેલમાં ઉજવણી શક્ય બની નહોતી. પરંતુ હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સરકારી ગાઇડલાઇન મુજબ જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી શક્ય બની છે. જોકે ઉજવણી દરમિયાન કેદીઓ અને તેમની બહેનો ભાવુક થયા હતા.
ભાઈ-બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધનની ઉજવણી દેશ અને દુનિયામાં થઈ રહી છે.. ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીઓ માટે પણ રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. જેલ વિભાગ દ્વારા સેન્ટ્રલ જેલમાં રહેલા કેદી ભાઈઓની બહેનો જેલમાં આવી રક્ષાબંધન ઊજવી શકે તે માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જેમાં બહેનોના કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોવાનુ સર્ટીફીકેટ અથવા 48 કલાકનો કોરોના નેગેટિવ સર્ટીફીકેટ સાથે જેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
કેદી ભાઈઓને રાખડી બાંધવા આવેલી બહેનોએ વહેલી સવારથી જ સેન્ટ્રલ જેલની બહાર લાઈનો લગાવી હતી. જે બાદ 10-10 બહેનોને રાખડી બાંધવા જવા માટેની મંજૂરી આપવામાં આવતી હતી. તેથી ભીડ એકઠી ન થાય અને વ્યવસ્થિત રીતે રક્ષાબંધનની ઉજવણી પણ થઈ શકે. જ્યારે બહેનો રાખડી બાંધી રહી હતી ત્યારે ભાઈ બહેનની આંખમાં આંસુ જોવા મળ્યા. ભાઈ જેલમાં હોવાથી બહેનને જેલમાં જઈને રક્ષાબંધન મનાવવાનો વારો આવ્યો. જો જેલ તંત્રએ આ વ્યવસ્થા ન કરી હોત તો કદાચ આ વર્ષે પણ આ બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધી શકી ન હોત. જોકે વૃદ્ધ બહેનો કે જુવાન બહેનો ભાઈને અનેક દિવસે જોયા બાદ લાગણી સભર દ્રશ્યો સર્જાયા.
ગત વર્ષે સેન્ટ્રલ જેલમાં કોરોનાના કારણે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી ન હતી. પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કેસો ઘટતા સરકારી ગાઈડલાઈન અને આ દેશોના આધારે રક્ષાબંધન ઉજવવામાં આવી હતી. જેના લીધે અનેક બહેનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી, સાથે જ જેલ પરિસરમાં ભાવુકે દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે