Corona New Guidelines: 31 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે કોરોનાની ગાઇડલાઇન, ગૃહ મંત્રાલયનો આદેશ

Corona New Guidelines: ગૃહ મંત્રાલયે કોરોનાની ગાઇડલાઇનને 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. 

Corona New Guidelines: 31 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે કોરોનાની ગાઇડલાઇન, ગૃહ મંત્રાલયનો આદેશ

નવી દિલ્હીઃ Corona New Guidelines: દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. એક સમયે દરરોજ ચાર લાખ કેસ સામે આવી રહ્યાં હતા. હવે દરરોજ 30-40 લાખ નવા કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાની બીજી લહેર બાદ રાજ્યોએ લૉકડાઉન હટાવી (Lockdown Update) અનલોક (Unlock) શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ પ્રતિબંધોમાં સંપૂર્ણ છૂટછાટ મળી નથી. 

આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોવિડ ગાઇડલાઇન્સ (MHA New Covid Guidelines) ને 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. ગૃહ મંત્રાલયે નવો નિર્દેશ જારી કરતા રાજ્યોને કહ્યું કે, કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં નિયમોનું કડક પાલન કરાવો. 

ફરીથી વધ્યા કોરોનાના કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,654 કેસ નોંધ્યા છે. ગઈ કાલે 29,689 નવા કેસ નોંધાયા હતા. હાલ દેશમાં 3,99,436 લોકો સારવાર હેઠળ છે. દેશમાં એક દિવસમાં 41,678 લોકો રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,06,63,147 થઈ છે. 

— ANI (@ANI) July 28, 2021

એક દિવસમાં 640 લોકોના મૃત્યુ
કોરોનાના કારણે એક દિવસમાં 640 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે દેશમાં  415 મૃત્યુ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો હવે 4,22,022 પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 44,61,56,659 ડોઝ અપાયા છે. 

આરોગ્ય મંત્રાલયે પણ વ્યક્ત કરી છે ચિંતા
મંગળવારે આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર હજુ ખતમ થઈ નથી. કેટલાક ક્ષેત્ર ચિંતાના વિષય બનેલા છે. વેક્સિનેશન સંક્રમણને ઓછુ જરૂર કરશે, પરંતુ સંક્રમણ ન થાય તેની ગેરંટી નથી. તેમણે કહ્યું કે એવી કોઈ વેક્સિન નથી જે દાવા કરી શકે કે 100 ટકા સંક્રમણ થશે નહીં. તેનાથી બીમારીની ગંભીરતા અને મોતને રોકી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news