વિવેક ઓબરોય, પંડિત જસરાજ સહિત 900થી વધારે કલાકારોની BJPને મત આપવા અપીલ
કલાકારોની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમારો દ્રઢ વિશ્વાસ છેકે વડાપ્રધાન મોદીની સરકાર ફરી એકવાર આવે તે જરૂરી છે
Trending Photos
નવી દિલ્હી : પંડિત જસરાજ, અભિનેતા વિવેક ઓબરોય અને રીતા ગાંગુલી સહિત 900થી વધારે કલાકારોએ એક નિવેદન બહાર પાડીને લોકોને ભાજપને જ મત આપવા માટે અપીલ કરી છે અને કહ્યું કે, દેશને મજબુત સરકાર જોઇએ ના કે મજબુર સરકાર. કલાકારોએ લોકોને કોઇ પણ પ્રકારનાં દબાણ વગર અથવા પૂર્વાગ્રહ વગર મતદાન કરવા માટેની અપીલ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યો કે, અમારો દ્રઢ વિશ્વાસ છેકે વડાપ્રદાન મોદીની સરકાર યથાવત્ત રહે તે સમયની જરૂરિયાત છે. આપણી સામે જ્યારે આતંકવાદ જેવા પડકારો છે, તેવામાં આપણને મજબુત સરકાર જોઇએ. મજબુર સરકારની કોઇ જ જરૂર નથી. એટલા માટે હાલનાં સરકાર છે તે યથાવત્ત રહેવી જોઇએ.
સંયુક્ત નિવેદન બહાર પાડનારાઓમાં શંકર મહાદેવન, ત્રિલોકી નાથ મિશ્રા, કોયના મિત્રા, અનુરાધા પૌડવાલ, હંસરાજ હંસનો પણ સમાવેશ થાય છે. સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષોમાં ભારતમાં એવી સરકાર રહી જેણે ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન અને વિકાસોન્મુખી તંત્ર આપ્યું. જેથી જરૂર છે કે હવે આ જ સરકાર આગામી સમયમાં પણ યથાવત્ત રહે. દેશને આ પ્રકારની નિર્ભય અને વિકાસ કરી શકે તેવી સરકારની જરૂર છે.
અગાઉ રંગમંચ સાથે જોડાયેલી હસ્તીઓને પત્ર ઇશ્યું કર્યો હતો.
આશરે એક અઠવાડીયા પહેલા જ અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ, ગિરીશ કર્નાડ અને ઉષા ગાંગુલી સહિત રંગમંચની 600થી વધારે હસ્તીઓએ પત્ર બહાર પાડીને લોકોને ભાજપ અનેતેનાં સહયોગી દળો સત્તામાંથી હાંકી કાઢવા માટે કહેવાયું હતું. આ લોકોએ કહ્યું કે, આજ દેશની અવધારણા મુશ્કેલીમાં છે. આજે ગીત, નૃત્ય, હાસ્ય ખતરામાં છે. આજે અમારુ ન્યારા સંવિધાન ખતરામાં છે. તેમણે કહ્યું કે, સરકારે તે સંસ્થાઓનું ગળુ દબાવી દીધું છે જ્યાં તર્ક, વિવાદ અને અસંમતીથી જ વિકાસ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે