Mukesh Ambani ના ઘર એન્ટિલિયા પાસેથી મળેલી વિસ્ફોટકોવાળી કાર મામલે થયો મોટો ખુલાસો

મુકેશ અંબાણી (Mukesh Ambani) ના ઘર એન્ટિલિયા (Antilia) ની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળી આવવાના મામલે મોટો ખુલાસો થયો છે.

Mukesh Ambani ના ઘર એન્ટિલિયા પાસેથી મળેલી વિસ્ફોટકોવાળી કાર મામલે થયો મોટો ખુલાસો

મુંબઈ: મુકેશ અંબાણી (Mukesh Ambani) ના ઘર એન્ટિલિયા (Antilia) ની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળી આવવાના મામલે મોટો ખુલાસો થયો છે. આતંકી સંગઠન જૈશ ઉલ હિન્દે તેની જવાબદારી લીધી છે અને આ સંગઠને એક સંદેશા દ્વારા તપાસ એજન્સીને પડકાર ફેક્યો છે. 

આતંકી સંગઠને આ સંદેશામાં લખ્યું છે કે 'રોકી શકો તો રોકી લો, જ્યારે અમે તમારા નાક નીચે દિલ્હીમાં તમને હિટ કર્યા હતા ત્યારે પણ તમે કશું કરી શક્યા નહતા, તમે મોસાદ સાથે હાથ મિલાવ્યા પરંતુ કશું થયું નહીં.' છેલ્લે લખ્યું છે કે તમને (અંબાણી માટે) ખબર છે કે તમારે શું કરવાનું છે. જે તમને પહેલા કહેવામાં આવ્યું છે, બસ પૈસા ટ્રાન્સફર કરી દો.

મુકેશ અંબાણીના ઘરની બહાર મળ્યા હતાં વિસ્ફોટકો
25 ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણી (Mukesh Ambani) ના ઘર એન્ટિલિયા (Antilia) ની બહાર એક સંદિગ્ધ કાર અને 20 જિલેટીન સ્ટીક મળી આવી હતી. બુધવારે રાતે એક વાગ્યાની આસપાસ અંબાણીના ઘરની બહાર બે ગાડીઓ જોવા મળી હતી. સીસીટીવી ફૂટેજમાં ઘરની બહાર બે ગાડીઓ જોવા મળી હતી જેમાં એક ઈનોવા પણ સામેલ હતી. ગાડીનો ડ્રાઈવર એસયુવીને એન્ટિલિયા પાસે પાર્ક કરીને જતો રહ્યો હતો. સંદિગ્ધ કાર જોવા મળ્યા બાદ અંબાણીના ઘરના સુરક્ષાકર્મીઓએ સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી. 

PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે

ઈઝરાયેલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટમાં સામેલ હતું આ આતંકી સંગઠન
રાજધાની દિલ્હી (Delhi) માં 29 જાન્યુઆરીના રોજ કડક સુરક્ષા વ્યવસ્થાવાળા વીઆઈપી વિસ્તાર લુટિયન્સ ઝોનમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર આવેલા ઈઝરાયેલી દૂતાવાસ બહાર એક બોમ્બ વિસ્ફોટ થયો હતો. ગણતંત્ર દિવસના કારણે જાહેર હાઈ અલર્ટ વચ્ચે સાંજે 5.05 વાગે દૂતાવાસથી માત્ર 150 મીટર દૂર જિંદાલ હાઉસની સામે થયેલા વિસ્ફોટમાં જો કે કોઈ ઘાયલ થયું નહતું. પરંતુ આસપાસ ઊભેલી ત્રણ કારના કાચ તૂટી ગયા હતા. તેના એક દિવસ બાદ આતંકી સંગઠન જૈશ ઉલ હિન્દે ટેલિગ્રામ દ્વારા ધડાકાની જવાબદારી લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news