Mukhtar Ansari: વગદાર પરિવાર, કાકા હતા ઉપરાષ્ટ્રપતિ...છતાં ડોન કેવી રીતે બની ગયો મુખ્તાર અંસારી

Mukhtar Ansari Cases: ઉત્તર પ્રદેશના રાજકારણમાં હાલ ગરમાવો છે. ગેંગસ્ટર અતીક અહેમદ અને તેમના ભાઈ અશરફની હત્યા થયા બાદ જેલમાં  બંધ એક વધુ ડોન મુખ્તાર અંસારીનો હવે પરસેવો છૂટી રહ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે અતીક-અશરફના મર્ડર બાદ તેને પણ પોતાના મોતનો ડર સતાવી રહ્યો છે. 

Mukhtar Ansari: વગદાર પરિવાર, કાકા હતા ઉપરાષ્ટ્રપતિ...છતાં ડોન કેવી રીતે બની ગયો મુખ્તાર અંસારી

Mukhtar Ansari Cases: ઉત્તર પ્રદેશના રાજકારણમાં હાલ ગરમાવો છે. ગેંગસ્ટર અતીક અહેમદ અને તેમના ભાઈ અશરફની હત્યા થયા બાદ જેલમાં  બંધ એક વધુ ડોન મુખ્તાર અંસારીનો હવે પરસેવો છૂટી રહ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે અતીક-અશરફના મર્ડર બાદ તેને પણ પોતાના મોતનો ડર સતાવી રહ્યો છે. હાઈ સિક્યુરિટી બેરકમાં કેદ મુખ્તાર અંસારી 24 કલાક સીસીટીવીની નિગરાણીમાં રહે છે. પરંતુ જ્યારે લોકો મુખ્તારના પરિવાર વિશે જાણે છે તો દંગ રહી જાય છે. 

મુખ્તાર અંસારીનો જન્મ ગાઝીપુર જિલ્લાના મોહમ્મદાબાદમાં 3 જૂન 1963ના રોજ થયો હતો. તેના પિતાનું નામ સુબહાનઉલ્લાહ અંસારી અને માતાનું નામ બેગમ રાબિયા હતું. ગાઝીપુરમાં મુખ્તાર અંસારીના પરિવારની ઓળખ એક પ્રતિષ્ઠિત રાજનીતિક ખાનદાનની છે. 17 વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ મુખ્તાર અંસારીના દાદા ડોક્ટર મુખ્તાર અહેમદ અંસારી સ્વતંત્ર સેનાની હતા. ગાંધીજી સાથે કામ કરતા હતા ત્યારે 1926-27માં કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા. મુખ્તાર અંસારીના નાના બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનને 1947ની લડતમાં શહાદત માટે મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. મુખ્તારના પિતા સુબહાનઉલ્લાહ અંસારી ગાઝીપુરમાં પોતાની સ્વચ્છ છબી સાથે રાજકારણમાં સક્રિય રહ્યા હતા. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સંબંધમાં મુખ્તાર અંસારીના કાકા થાય છે. 

મુખ્તાર જેમ જેમ મોટો થયો, જુલ્મની દુનિયામાં તે નામ કમાવવો લાગ્યો હતો. ખંડણી અને હત્યા તો તેના માટે સામાન્ય વાત બની ગઈ હતી. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે સમગ્ર ઉત્તર પ્રદેશ મુખ્તારના નામથી ફફડતું હતું. છેલ્લા 24 વર્ષમાં તેણે કોઈને કોઈ પાર્ટીની ટિકિટથી વિધાનસભા ચૂંટણી જીતી છે. ભાજપને બાદ કરીએ તો દરેક પાર્ટીએ મુખ્તારને પાર્ટીની મેમ્બરશિપ આપી. 

દારૂ, રેલવે કોન્ટ્રાક્ટ, ખનનમાં મુખ્તારનો દબદબો ચાલે છે. જેના જોર પર તેણે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. જો કે મઉની જનતાનું કહેવું છે કે મુખ્તારે પોતાના ક્ષેત્રમાં ખુબ વિકાસ કર્યો છે. સ્કૂલ-કોલેજ, હોસ્પિટલો, પુલો અને રસ્તાઓ પર તેણે વિધાયક  ભંડોળથી 20 ગણી વધુ રકમ ખર્ચી છે. 

1996માં રાજકારણમાં પ્રવેશ
મુખ્તારને બસપાએ વર્ષ 1996માં ટિકિટ આપી હતી. તે જીતીને વિધાનસભા પહોંચ્યો. ત્યારબાદ 2002, 2007, 2012, અને 2017 માં પણ તેને મઉની જનતાએ જીતાડ્યો. ચોંકાવનારી વાત એ છે કે 2007, 2012, અને 2017ની ચૂંટણી તેણે જેલના સળિયા પાછળ રહીને લડ્યો છતાં જીત્યો. રાજકારણમાં ઢાલના કારણે મુખ્તારનું સામ્રાજ્ય મોટું થતું ગયું. 

આ ભાજપ વિધાયક સાથે હતી દુશ્મની
વર્ષ 1985થી ગાઝીપુરની મોહમ્મદાબાદ વિધાનસભા બેઠક પર મુખ્તારનો પરિવાર જીતતો હતો. પરંતુ ભાજપના વિધાયક કૃષ્ણાનંદ રાય 2002ની ચૂંટણી આ બેઠકથી જીતી ગયા. વર્ષ 2005માં તેમની હત્યા કરી નાખવામાં આવી અને આરોપ લાગ્યો મુખ્તાર અંસારી ગેંગ પર. 

યોગી રાજમાં બુરે દિન
હાલ યુપીમાં મુખ્તાર પર 52 કેસ ચાલે છે. યોગી સરકારતેને 15 કેસમાં જેમ બને તેમ જલદી સજા અપાવવાની કોશિશ કરી રહી છે. મુખ્તાર અને તેના સાથીઓની 192 કરોડથી વધુની સંપત્તિ કાં તો જમીનદોસ્ત થઈ ચૂકી છે કાં તો જપ્ત. તેની બેનામી સંપત્તિઓની શોધ પણ ચાલુ છે. તેની ગેંગના 96 આરોપી જેલના સળિયા પાછળ છે. જ્યારે ગેંગસ્ટર એક્ટમાં 75 આરોપીઓ પર એક્શન લેવાઈ ચૂક્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news