મુંબઇની આ જગ્યા કપલ માટે બની KISSING ZONE, તેને અટકાવવા લોકોએ કર્યું આ કામ

મુંબઈના બોરીવલીના ચીકુવાડી વિસ્તારની સત્યમ શિવમ સુંદરમ હાઉસિંગ સોસાયટીએ તેના ગેટની બહાર NO KISSING ZONE લખ્યું છે. સોસાયટીના લોકોનું કહેવું છે પ્રેમી યુગલો આવે છે અને સોસાયટીની સામે પાર્કમાં બેસીને કેટલાક યુગલો અહિયાં કિસ કરે છે

Updated By: Aug 3, 2021, 07:09 PM IST
મુંબઇની આ જગ્યા કપલ માટે બની KISSING ZONE, તેને અટકાવવા લોકોએ કર્યું આ કામ

હમિમ પઠાણ/ અમદાવાદ- મુંબઇ: મુંબઈના બોરીવલીના ચીકુવાડી વિસ્તારની સત્યમ શિવમ સુંદરમ હાઉસિંગ સોસાયટીએ તેના ગેટની બહાર NO KISSING ZONE લખ્યું છે. સોસાયટીના લોકોનું કહેવું છે પ્રેમી યુગલો આવે છે અને સોસાયટીની સામે પાર્કમાં બેસીને કેટલાક યુગલો અહિયાં કિસ કરે છે. કિસ કરતા લોકોને જોઈને બાળકો પર ખરાબ અસર પડે છે.

No description available.

સોસાયટીના લોકો મુજબ લોકડાઉન દરમિયાન, લોકો પાસે ફરવા માટે બહુ ઓછા વિકલ્પો હતા. આવી સ્થિતિમાં પ્રેમી યુગલો ટાઈમ પ્રસાર કરવા માટે આ પાર્કની આસપાસ આવવાનું શરૂ કર્યું હતું. હવે મોટી સંખ્યામાં પ્રેમી યુગલોએ આવવાનું શરુ કરી દીધું છે જેથી સોસાયટી સહીત આજુબાજુના લોકોને મુશ્કેલી પડી રહી છે.

No description available.

આ પણ વાંચો:- Randeep Hooda એ 9 વર્ષ પહેલા Sunny Leone સાથે કર્યું હતું આ કામ, Photo થયો વાયરલ

સોસાયટીના લોકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે અહિયાં NO KISSING ZONE લખવામાં આવે જેથી લોકો આને વાંચીને સુધરે. જોકે, સોશિયલ મીડિયા પર પણ વિરોધ થયો હતો. સાથે જ કાયદાના નિષ્ણાતો પણ તેને યોગ્ય માનતા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube