PM Modi's US Visit: પીએમ મોદી અમેરિકા જવા રવાના થયા, જાણો તેમના કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. પીએમ મોદી સવારે 11 વાગે અમેરિકા માટે રવાના થયા. ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ તેમની સાથે રહેશે. અમેરિકામાં પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધન કરશે.
પોતાના આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે 24 સપ્ટેમ્બરના રોજ વ્હાઈટ હાઉસમાં દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ સામેલ થશે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી અને બાઈડેન વચ્ચે છેલ્લા 8 મહિનાની અંદર બેવાર વર્ચ્યુઅલ બેઠક થઈ ચૂકી છે. પરંતુ આમને સામને મુલાકાત હવે થશે. પીએમનો છેલ્લો મોટો વિદેશ પ્રવાસ 2019ના નવેમ્બરમાં થયો હતો. જ્યારે તેઓ બ્રાઝિલ ગયા હતા. જો કે આ વર્ષે માર્ચમાં તેઓ બાંગ્લાદેશના સંક્ષિપ્ત પ્રવાસે પણ ગયા હતા.
At the invitation of @POTUS @JoeBiden, I am visiting USA to continue our dialogue, and exchange views on areas of mutual interest. Also looking forward to meet @VP @KamalaHarris to discuss global issues and explore ideas for cooperation between 🇮🇳🇺🇸.
— Narendra Modi (@narendramodi) September 22, 2021
આ મુદ્દાઓ પર થશે ચર્ચા
24 સપ્ટેમ્બરના રોજ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાર્તામાં વેપાર અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં બનેલા હાલાત ઉપર પણ ચર્ચા થવાની શક્યતા છે. ક્રોસ બોર્ડર આતંકવાદ અને કટ્ટરતા જેવા મુદ્દાઓ ઉપર પણ વ્યાપક ચર્ચા થવાની શક્યતા છે.
#WATCH | PM Narendra Modi departs from New Delhi for a 3-day visit to US to attend the first in-person Quad Leaders’ Summit, hold bilateral meetings, and address United Nations General Assembly pic.twitter.com/hxNeQEKMH1
— ANI (@ANI) September 22, 2021
આ છે શેડ્યૂલ
22 સપ્ટેમ્બર - અમેરિકા માટે રવાના
23 સપ્ટેમ્બર- અમેરિકા પહોંચશે
23 સપ્ટેમ્બર- ઓસ્ટ્રેલિયા, જાપાનના પીએમ સાથે મુલાકાત
24 સપ્ટેમ્બર- પીએમ મોદી અને બાઈડેન વચ્ચે મુલાકાત
24 સપ્ટેમ્બર- ક્વાડ બેઠકમાં ભાગ લેશે પીએમ મોદી
25 સપ્ટેમ્બર- UNGA માં પીએમ મોદીનું સંબોધન
26 સપ્ટેમ્બર- ભારત પાછા ફરશે પીએમ મોદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે