BJP National Executive Meet જેપી નડ્ડા કેમ બન્યા રાષ્ટ્રીય પ્રમુખ : મોદીના ખાસ હોવાની સાથે ભાજપનું આ બંધારણ પણ છે જવાબદાર

BJP National Executive Meet: જે નક્કી હતું એ જ થયું, મોદીના ખાસ નેતાને ફરી એક્સટેન્શન મળી ગયું. દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક પૂરી થઈ ગઈ. આ બેઠકમાં ભાજપે જે.પી. નડ્ડાને લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પતે ત્યાં સુધી પ્રમુખપદે ચાલુ રાખવાનો નિર્ણય લેતાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ મળશે એ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. 

BJP National Executive Meet જેપી નડ્ડા કેમ બન્યા રાષ્ટ્રીય પ્રમુખ : મોદીના ખાસ હોવાની સાથે ભાજપનું આ બંધારણ પણ છે જવાબદાર

BJP National Executive Meet: જે નક્કી હતું એ જ થયું, મોદીના ખાસ નેતાને ફરી એક્સટેન્શન મળી ગયું. દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક પૂરી થઈ ગઈ. આ બેઠકમાં ભાજપે જે.પી. નડ્ડાને લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પતે ત્યાં સુધી પ્રમુખપદે ચાલુ રાખવાનો નિર્ણય લેતાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ મળશે એ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. નડ્ડાને ફરી પ્રમુખ બનાવીને ભાજપે સામી લોકસભા ચૂંટણીએ કોઈ જોખમ લેવાનું ટાળ્યું છે. ભાજપના બંધારણ મુજબ પણ અધ્યક્ષની ચૂંટણી પણ શક્ય નહોતી. ટેક્નિકલી રીતે જોઈએ તો 2022માં બીજેપી સંગઠનની ચૂંટણી થઈ શકી નથી, તેથી માત્ર જેપી નડ્ડાને જ લોકસભા ચૂંટણી સુધી પદ પર ચાલુ રહેવા માટે કહી શકાય. ભાજપના બંધારણ મુજબ, ઓછામાં ઓછા 50% એટલે કે અડધાં રાજ્યોમાં સંગઠનની ચૂંટણી પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. આ સંદર્ભે દેશના 29માંથી 15 રાજ્યમાં ચૂંટણી સંગઠનની ચૂંટણી પછી જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થાય છે.

નડ્ડા સતત બીજી વખત અધ્યક્ષ બનનારા ત્રીજા નેતા બન્યા છે.  નડ્ડાને ફરીથી અધ્યક્ષની જવાબદારી મળતાં હવે તેઓ લાલકૃષ્ણ અડવાણી અને અમિત શાહ પછી સતત બીજી ટર્મ મેળવનારા ત્રીજા નેતા બની ગયા છે. જોકે રાજનાથ સિંહ બે વખત પાર્ટી-અધ્યક્ષ પણ બન્યા હતા, પરંતુ તેમનો કાર્યકાળ સતત ન હતો. જે.પી. નડ્ડાને કારોબારીમાં પહેલા દિવસે મળેલા મહત્વ પરથી સ્પષ્ટ હતું કે નડ્ડા જ બીજી ટર્મ માટે પ્રમુખ બનશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત નડ્ડાએ સંબોધન કર્યું તેના પરથી જ નડ્ડાની ફરી વરણીના સંકેત મળી ગયા હતા. એ પછી સત્તાવાર જાહેરાતની ઔપચારિકતા જ બાકી હતી.

મોદીએ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓને સંગઠનને બૂથ સ્તરે મજબૂત કરવા કહ્યું છે. નડ્ડાએ ભાજપની સરકારો નથી ત્યાં સંગઠનને મજબૂત બનાવવું જોઈએ એ વાત પર વધારે ભાર મૂક્યો. નડ્ડાનો અભિગમ જોતાં સંગઠનની કમાન તેમના હાથમાં રહેશે એ સ્પષ્ટ હતું. મોદી  કેબિનેટના વિસ્તરણની શક્યતા વચ્ચે રાજસ્થાનના નેતાઓએ સામૂહિક રીતે વધારે પ્રતિનિધિત્વની માગણી કરી છે. રાજસ્થાનમાં આ વરસે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે અશોક ગેહલોત સામે ટકરાવા વધારે પ્રતિનિધિત્વ જરૂરી હોવાની રજૂઆત મોદી સામે કરાઈ છે. નડ્ડાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ ભાજપ એક પણ ચૂંટણી હાર્યું નથી. જેનો શિરપાવ પણ નડ્ડાને મળ્યો નથી.  

હાલમાં રાજસ્થાનમાંથી ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર યાદવ, અર્જુનરામ મેઘવાલ, કૈલાશ ચૌધરી એમ ચાર કેન્દ્રીય પ્રધાનો છે. રાજસ્થાનમાંથી લોકસભા અને રાજ્યસભા બંનેમાં ભાજપના કુલ ૨૮ સાંસદો છે પણ માત્ર ૪ કેન્દ્રીય મંત્રી છે. આ પૈકી શેખાવત રાજપૂત છે પણ એ સિવાય બ્રાહ્મણ, વૈશ્ય વગેરે વગદાર સમાજમાંથી કોઈ મંત્રી નથી તેથી સવર્ણોને વધારે પ્રતિનિધિત્વ અપાય એવી રજૂઆત કરાઈ છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા વૈશ્ય છે પણ મંત્રી નથી. આમ નવા મંત્રી મંડળના વિસ્તરણમાં રાજસ્થાનને ચૂંટણીને લઈને મોટો લાભ મળી શકે તેમ છે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news