પાક.ના જુઠ્ઠાણાને સેનાએ ઉઘાડુ પાડ્યું, F-16 વિમાનથી ફેંકાયેલી મિસાઇલના ટુકડા દેખાડ્યા
પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત બાદ પત્રકાર પરિષદ 2 કલાક માટે ટાળી દેવાઇ હતી
Trending Photos
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનમાં તંગ પરિસ્થિતી વચ્ચે પાકિસ્તાને ભારતીય વાયુસેનાના પાયલોટને મુક્ત કરવાની જાહેરાત કરી ચુકી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, અમે શાંતિ ઇચ્છીએ છીએ અને તેને ધ્યાને રાખીને અમે પાકિસ્તાન કબ્જામાં રહેલ ભારતીય પાયલોટને વાઘા બોર્ડર ખાતેથી મુક્ત કરવામાં આવશે.
બાલકોટ મિશન સફળ રહ્યું, અમારી પાસે પુરતા પુરાવા
ત્રણેય સેનાઓએ કહ્યું કે, પાકિસ્તાનનાં બાલકોટમાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનાં સ્થળો પર કાર્યવાહી સંપુર્ણ રીતે સફળ રહી છે. આ પુરાવા સેનાની પાસે છે.
પાકિસ્તાને ભારતીય વિમાનને તોડી પાડ્યાનો ખોટો દાવો કર્યો.
પાકિસ્તાને કહ્યું કે, તેણે 2 ભારતીય પાયલોટ પકડ્યાં છે, પરંતુ ત્યાર બાદ તેણે ફેરવી તોળ્યું હતું. તેણે કહ્યું કે, 1 જ પાયલોટ પકડાયો છે. પાકિસ્તાને ભારતીય વિમાનોને તોડી પાડ્યાનો ખોટો દાવો કર્યો છે. જ્યાં સુધી ભારત દ્વારા પાકિસ્તાનનાં F-16ને ઠાર માર્યાની વાત છે, તો અમારી પાસે તેના પુરાવા પણ છે. પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ કહ્યું કે, પાકિસ્તાન સતત સીમા પર સીઝ ફાયર તોડી રહ્યું છે. જેનો ભારતીય સેનાઓ મુંહતોડ જવાબ આપી રહ્યા છે. પાકિસ્તાની સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાને સૈન્ય સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો.
ત્રણેય સેના પ્રમુખોએ પત્રકાર પરિષદ યોજી હતી. નૌસેના પ્રમુખે કહ્યું કે, 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની વિમાન ભારતીય સીમામાં આવ્યા હતા. પાકિસ્તાનનાં ભારતીય સૈન્ય મથકને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે તેના F-16 ફાઇટર પ્લેનને તોડી પાડ્યું હતું. અમે તેનાં F-16ને તોડી પાડ્યું. પાકિસ્તાનની કાર્યવાહીમાં કોઇ પણ પ્રકારનું નુકસાન નથી થયું.
પાકિસ્તાને ભારતીય વિમાનને તોડી પાડ્યું હોવાનો દાવો ખોટો
પહેલા પાકિસ્તાને કહ્યું કે, તેમની પાસેથી 2 ભારતીય પાયલોટ પકડાયા છે, પરંતુ ત્યાર બાદ તેણે પોતાનાં નિવેદનમાં ફેરવી તોળ્યું હતું અને કહ્યું કે, એક જ પાયલોટને પકડ્યો છે. પાકિસ્તાને ભારતીય વિમાનને તોડી પાડ્યો હોવાનો દાવો પણ ખોટો દાવો કર્યો છે. જ્યા સુધી ભારત દ્વારા પાકિસ્તાનનાં F-16ને તોડી પાડ્યાની વાત છે, તો અમારી પાસે તેના પુરતા પુરાવા છે.
પાકિસ્તાને ભારતીય સૈન્ય સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો
ત્રણેય સૈનિકોના પ્રમુખોએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. નૌસેના પ્રમુકે કહ્યું કે, 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની વિમાન સીમામાં આવ્યા હતા. પાકિસ્તાને ભારતીય સૈન્ય સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. અમે F-16ને ઠાર માર્યું હતું.
આજે રાત્રે વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાનની વાત થઇ શકે છે
પાકિસ્તાની મીડિયા અનુસાર પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે નરેન્દ્ર મોદી કાર્યાલયનો સંપર્ક કર્યો છે. હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે રાત્રે વડાપ્રધાન મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે વાતચીત થઇ શકે છે.
ભારતીય પાયલોટ અભિનંદનને મુક્ત કરવા મુદ્દે PAK દ્વારા કોઇ જ સોદેબાજી નથી થઇ
ભારતે પોતાના પાયલોટ અભિનંદનને પરત લાવવા મુદ્દે પાકિસ્તાન સાથે કોઇ પ્રકારની સાદોબાજી કરી નથી. ટોપના સુરક્ષા સુત્રો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વાત પર અટકળો પર અટલ હતા કે તેઓ વિંગ કમાન્ડરની મુક્તિ મુદ્દે પાકિસ્તાનની કોઇ પણ શરતનો સ્વિકાર નહી કરવામાં આવે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને આપણા એક એરફોર્સના જવાનને પાકિસ્તાને પકડ્યા હોવાના કારણે જે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે તે બધા વચ્ચે આજે સાંજે 07.00 કલાકે ભારતની ત્રણેય સેના આર્મી, નેવી અને એરફોર્સના પ્રમુખ એક સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફન્સનું સંબોધન કર્યું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિની જાણકારી આપશે. રિપોર્ટ્સ મુજબ એવી અટકળો થઈ રહી છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં સેના આગળની રણનીતિ અને અત્યાર સુધી થયેલી ગતિવિધિઓની જાણકારી આપશે.
બીજી બાજુ એએનઆઈએ રક્ષા મંત્રાલયના અધિકારીઓના હવાલે લખ્યું છે કે અમારું માનવું છે કે પાકિસ્તાનની હવાઈ ઘૂસણખોરી અમારી સેના પર હુમલો હતો. આ સાથે જ અમને વિશ્વાસ છે કે પાકિસ્તાને જીનેવા સંધિ તોડીને અમારા પાઈલટ સાથે ખોટો વ્યવહાર કર્યો છે. આગળ કહેવાયું છે કે અમારું માનવું છે કે પાકિસ્તાની સેના જૈશ એ મોહમ્મદને સપોર્ટ કરી રહી છે અને મસૂદ જેવા આતંકીઓને શરણ આપી રહી છે.
સમજોતા એક્સપ્રેસ અટકાવાઈ
અત્રે જણાવવાનું કે ડોન્ ન્યૂઝ ટીવીએ રેલ અધિકારીઓના હવાલે ગુરુવારે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમજોતા એક્સપ્રેસ રેલ સર્વિસ આગામી નોટિસ જાહેર ન થાય ત્યાં સુધી રોકવામાં આવી છે. સપ્તાહમાં બે વાર દોડતી આ ટ્રેન દ્વારા લાહોરથી 16 મુસાફરો રવાના થવાના હતાં. કરાચીથી આ ટ્રેનની મુસાફરી શરૂ થઈ પરંતુ લાહોર સ્ટેશને અટકી ગઈ.
અમેરિકા સાથે થઈ વાત
બીજી બાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન એનએસએ અજીત ડોભાલ અને અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો વચ્ચે વાતચીત થઈ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યાં મુજબ ગત રાતે બંને વચ્ચે વાતચીત થઈ. આ દરમિયાન પોમ્પિયોએ કહ્યું કે પાકિસ્તાનની ધરતી પર જૈશ એ મોહમ્મદ વિરુદ્ધ ભારતની કોઈ પણ પ્રકારની કાર્યવાહી પર અમેરિકાનું સમર્થન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે