25 લાખના ઇનામી નક્સલવાદીએ કહ્યું: મોદી યોગ્ય નેતા પરંતુ તેમની સંગત ખોટી

પ્રતિબંધિત માઓવાદી સંગઠન પીપલ્સ લિબ્રેશન ફ્રંટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ દિનેશ ગોપે વડાપ્રધાનના ભરપેટ વખાણ કર્યા

25 લાખના ઇનામી નક્સલવાદીએ કહ્યું: મોદી યોગ્ય નેતા પરંતુ તેમની સંગત ખોટી

નવી દિલ્હી : પ્રતિબંધિત માઓવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રંટ ઓફ ઇન્ડિયા (PLFI)ના પ્રમુખ દિનેશ ગોપે વડાપ્રધાન મોદીને યોગ્ય માણસ ગણાવ્યા હતા. ગોપે જો કે કહ્યું કે, મોદી ખોટા માણસોની સંગતમાં છે અથવા તો ખોટા માણસોથી ઘેરાયેલા છે. ઇકોનોમિક ટાઇમ્સ અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં ગોપે કહ્યું કે, વડાપ્રધાન મોદી એક યોગ્ય અને મહેનતી નેતા છે, પરંતુ ભારતની લોકશાહીની વ્યવસ્થા તે જ પ્રકારે ભ્રષ્ટ છે. જેમ કે કોંગ્રેસનાં સમયમાં હતી. પીએલએફઆઇ નેતા ગોપના માથે સરકારે 25 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું છે. તેઓ ઝારખંડના જંગલોમાં રહે છે.

ગોપે કહ્યું કે, મોદીજી યોગ્ય નેતા છે, પરંતુ તેમની આસપાસના માણસો યોગ્ય નથી. તેઓ ઘણી મહેનત કરે છે. આ સિસ્ટમ ભ્રષ્ટ છે. નેતા અમીર થતા જાય છે અને જનતા ગરીબ થતી જાય છે. વડાપ્રધાનને પણ સામાન્ય વ્યક્તિની જેમ જીવન પસાર કરવું જોઇએ. વડાપ્રધાન મોદીને માઓવાદી તરફથી જીવનું જોખમ હોવા અંગે ગોપે કહ્યું કે, આ એક રાજનીતિક સ્ટંટ છે. આ કોઇ લોકપ્રિય નેતાને ફસાવવા માટેનું કાવત્રું હોઇ શકે છે અથવા સરકારી અધિકારીઓની કરામત હોઇ શકે છે. 

ગોપે કહ્યું કે, કોંગ્રેસના જમાનાથી જ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર છે જે ભાજપ સરકારમાં પણ ચાલુ જ છે. વિકાસ અંગે ખર્ચ થનાર રકમનો 60 ટકા હિસ્સો વચેટિયાઓ ખાઇ જાય છે. સરકાર ડિજીટલ ઇન્ડિયાની વત કરી રહી છે પરંતુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મનરેગામાં ગ્રામ પંચાયત અને ખંડ વિકાસ અધિકારીઓ પૈસા ખાઇ રહ્યા છે. વડાપ્રધાન આવાસ યોજનામાં પણ અધિકારીઓ નાણા લૂંટી રહ્યા છે. શૌચાલય નિર્માણમાં સરપંચ પૈસા ખાઇ રહ્યો છે. 

માત્ર અન્ના હજારે પાસેથી જ આશા
ગોપે કહ્યું કે, આજના નાયકોની વાત કરીએ તો તેમણે અન્ના હજારે પાસેથી થોડી આશા છે, જો કે કેટલાક નિહિત સ્વાર્થી તત્વોએ તેમને ભટકાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news