ચાર રાજ્યોમાં બમ્પર જીત બાદ પીએમ મોદીએ 2024ની લોકસભા ચૂંટણીને લઈને કહી આ વાત

પીએમ મોદીએ કહ્યુ કે, 2014નું ચૂંટણી પરિણામ જોયું, 2017 અને 2019ના પરિણામ જોયા અને હવે 2022નું પરિણામ જોઈ રહ્યાં છીએ, દર વખતે યુપીની જનતાએ વિકાસવાદની રાજનીતિને પસંદ કરી છે. 
 

ચાર રાજ્યોમાં બમ્પર જીત બાદ પીએમ મોદીએ 2024ની લોકસભા ચૂંટણીને લઈને કહી આ વાત

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. પરિણામ પ્રમાણે ભાજપને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં મોટી જીત મળી છે. ભાજપને સૌથી મોટી જીત ઉત્તર પ્રદેશમાં મળી છે. ચૂંટણીમાં ભાજપે દમદાર પ્રદર્શન કરતા સતત બીજીવાર સત્તામાં વાપસી કરી છે. ચૂંટણી પરિણામને લઈને પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, આજે ઉત્સવનો દિવસ છે. તેમણે કહ્યુ કે, કાર્યકર્તાઓએ જનતાનું દિલ જીતવામાં કોઈ કસર છોડી નહીં. તેમણે કહ્યું કે, આજે હું તે પણ કહીશ કે 2019ના ચૂંટણી પરિણામ બાદ, કેટલાક પોલિટિકલ જ્ઞાનિઓએ કહ્યુ હતુ કે 2017ના પરિણામે 2019નું રિઝલ્ટ નક્કી કરી દીધું હતું. હું તે માનુ છું કે આ વખતે તે એમ જ કહે છે કે 2022ના પરિણામે 2024નું પરિણામ નક્કી કરી દીધુ છે. 

આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છેઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છે. આ ઉત્સવ ભારતના લોકતંત્ર માટે છે. હું ચૂંટણીમાં ભાગ લેનારા તમામ મતદાતાઓને શુભેચ્છા આપુ છું. તેમના નિર્ણય માટે મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને આપણી માતાઓ બહેનો અને યુવાઓએ જે રીતે ભાજપનું સમર્થન કર્યુ છે. તે ખુબ મોટો સંદેશ છે. ફર્સ્ટ ટાઈમ વોટર્સે આગળ આવીને મતદાનમાં ભાગ લીધો અને ભાજપની જીત નક્કી કરી.'

2024ની ચૂંટણી પર બોલ્યા પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે, 2019માં અમે બીજીવાર જીતીને આવ્યા તો કેટલાક જ્ઞાનિઓએ કહ્યુ હતુ કે આ તો 2017ની વિધાનસભા ચૂંટણીથી નક્કી હતુ કે લોકસભા ચૂંટણીમાં ભાજપ જીતશે. એટલે કે 2022ની ચૂંટણીએ 2024નું પરિણામ નક્કી કરી દીધુ છે. 

પંજાબ પર બોલ્યા પીએમ મોદી
તો પંજાબ ચૂંટણી પરિણામને લઈને પીએમ મોદીએ કહ્યુ કે, ભાજપ એક શક્તિના રૂપમાં ઉભરી છે. સરહદી રાજ્ય હોવાને નાતે અલગાવવાદી રાજનીતિથી સતર્ક રાખવા માટે ભાજપના કાર્યકર્તા જીવની બાજી લગાવી દેશે. મહત્વનું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીને જીત મળી છે. 

મહિલાઓનો માન્યો વિશેષ આભાર
અમારૂ સૌભાગ્ય છે કે મહિલાઓ, પુત્રીઓએ ભાજપને મત આપ્યા છે. સ્ત્રી શક્તિ ભાજપની સારથી બની છે. પીએમ મોદીએ જણા્યુ કે, જ્યાં જ્યાં પાર્ટી ઉમેદવારોનેજીત મળી, ત્યાં મહિલાઓ અને દિકરીઓના મત વધુ મળ્યા. પીએમ મોદીએ કહ્યુ કે, માતા-બહેનો સતત ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. 

યુદ્ધને કારણે દુનિયામાં મોંઘવારી વધી રહી છેઃ મોદી
પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં રશિયા-યુક્રેનના યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, આ યુદ્ધની અસર દુનિયા પર પડી રહી છે. ભારત આ મામલામાં શાંતિ ઈચ્છે છે. પરંતુ આ યુદ્ધથી ભારતની આર્થિક સ્થિતિ પર પણ અસર પડી રહી છે. કાચા તેલથી લઈને કોલસા અને ગેસ વગેરેમાં કલ્પનાથી વધારે ઉછાળ આવી રહ્યો છે. યુદ્ધને કારણે દુનિયામાં મોંઘવારી વધી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news