આ એકમાત્ર મહિલા સિવિલ એન્જિનિયર મેટ્રો પ્રોજેક્ટમાં કરે છે એવું કામ કે, કરશો સલામ

 હાલ નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા થાય છે. પણ, આધુનિક સમયમાં રિયલ લાઈફમાં દુર્ગા એ જ છે, જે મહિલા નવા આહવાન સ્વીકારીને સફળતાનો ધ્વજ લહેરાવે છે. વિવિધ ક્ષેત્રોમાં પોતાનું નામ ગુંજતુ કરે છે. આજે આવી જ એક મહિલાની ઓળખ અમે તમને કરાવીશું, જેનું નામ છે નિમીષા સિંગ.

આ એકમાત્ર મહિલા સિવિલ એન્જિનિયર મેટ્રો પ્રોજેક્ટમાં કરે છે એવું કામ કે, કરશો સલામ

મુંબઈ : હાલ નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા થાય છે. પણ, આધુનિક સમયમાં રિયલ લાઈફમાં દુર્ગા એ જ છે, જે મહિલા નવા આહવાન સ્વીકારીને સફળતાનો ધ્વજ લહેરાવે છે. વિવિધ ક્ષેત્રોમાં પોતાનું નામ ગુંજતુ કરે છે. આજે આવી જ એક મહિલાની ઓળખ અમે તમને કરાવીશું, જેનું નામ છે નિમીષા સિંગ.

હવે તો મોટાભાગના ક્ષેત્રોમાં મહિલાઓ કામ કરતી દેખાય છે. પરંતુ હજી પણ કેટલાક ક્ષેત્રો એવા છે, જ્યાં મહિલાઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી છે. આવું જ એક ક્ષેત્ર છે સિવિલ એન્જિનિયરિંગ. જ્યાં બાંધકામનું કામ થાય છે. નિમીષા એ સિવિલ એન્જિનિયર છે, જે મુંબઈમાં મેટ્રો-3નું કામ સંભાળે છે. 

00000012.jpg

આ પ્રોજેક્ટમાં જમીન સ્તરથી અનેક ફૂટ નીચે રહીને કામ કરે છે નિમીષા સિંગ. 26 વર્ષની સિવિલ એન્જિનિયર.... દેશનો તથા મુંબઈનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રો-3નું ભોંયરાનું કામ નિમીષા સંભાળે છે. મહાલક્ષ્મીથી વરલી સુધી અંડરગ્રાઉન્ડ માર્ગની જવાબદારી નિમિષા પર છે.  

મુંબઈમાં શરૂ થયેલ મેટ્રો-3 માટે કામ કરનારી નિમીષા એકમાત્ર મહિલા સિવિલ એન્જિનિયર છે. અંડરગ્રાઉન્ડ માર્ગનું કામ સમયસર શરૂ થયું છે કે નહિ, સુરક્ષિત થઈ રહ્યું છે કે નહિ, સમય મર્યાદામાં થઈ રહ્યું છે કે નહિ, તે બધુ જ જોવાની જવાબદારી નિમીષાની છે. આ માટે દરેક કામગીરી સ્થળ પર નિમીષાને જાતે જ જવું પડે છે. તે માટે તે ક્યારેય જતી ડરતી નથી.

Mumbai-Metro.jpg

સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ એવી છે, જેને યુવતીઓ પસંદ કરતી નથી. કારણ કે, તે બાંધકામ સાથે જોડાયેલું છે, અને તેના માટે સાઈટ પર જવું પડે છે. આ કામમા ધગશ તથા મહેનતની જરૂર હોય છે. આ માટે કપરા સંઘર્ષ પણ કરવા પડે છે. શરૂઆતના સમયમાં મહિલા સિવિલ એન્જિનિયર તરીકે નિમીષા પર વિશ્વાસ કરવામાં આવતો ન હતો. એટલું જ નહિ, કામ જોવા માટે તેને ફિલ્ડ પર પણ મોકલવામાં આવતી ન હતી. 

અંડરગ્રાઉન્ડ મેટ્રો-3નો પ્રોજેક્ટ મુંબઈ અને મુંબઈકર્સ માટે બહુ જ મહ્ત્ત્વનો છે. આ પ્રોજેક્ટ માટે કામદારો પણ નિમીષાને પૂરતો સપોર્ટ આપીને કામ કરે છે. સિવિલ એન્જિનિયરિંગ આ ક્ષેત્રે મહિલાઓની સંખ્યા ભલે ઓછી હોય પણ નિમીષા આ ક્ષેત્રે કામ કરતી યુવતીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news