નિર્ભયા કેસઃ 20 માર્ચે ફાંસીનો માર્ગ મોકળો, ડેથ વોરંટ પર પ્રતિબંધ નહીં

પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના દોષિતોના ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવવાની અરજી નકારી દીધી છે. 
 

નિર્ભયા કેસઃ 20 માર્ચે ફાંસીનો માર્ગ મોકળો, ડેથ વોરંટ પર પ્રતિબંધ નહીં

નવી દિલ્હીઃ નિર્ભયા બળાત્કાર કેસમાં 20 માર્ચે દોષિતોની થનારી ફાંસીનો માર્ગ મોકળો થઈ ગયો છે. પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોના ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવવાની ઇનકાર કરી દીધો છે. કોર્ટે આ બાબતે દાખલ કરવામાં આવેલી અરજીને નકારી દીધી છે. ગુરૂવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાઇ વોલ્ટેજ ડ્રામા થયો હતો. કોર્ટ રૂમમાં દોષિ અક્ષય કુમારની પત્નીએ જજની સામે રડવાનું શરૂ કર્યું હતું. અક્ષય કુમારની પત્નીએ નિર્ભયાના માતા આશા દેવીના પગે પડીને કહ્યું કે, તમે મારા માતા જેવા છે આ ફાંસીને રોકાવી દો. 

બીજીતરફ સુપ્રીમ કોર્ટે પણ નિર્ભયા રેપ કેસના દોષી અક્ષય કુમરાની અરજી નકારી દીધી છે. અક્ષય કુમારે રાષ્ટ્રપતિ દ્વારા તેની દયા અરજી રદ્દ કરવાના નિર્ણયને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં નિર્ભયાના વકીલ એપી સિંહે કહ્યું કે, પોલીસે અક્ષયને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપ્યો. તેમણે કહ્યું કે, પોલીસે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કર્યો. એપી સિંહે જસ્ટિસ કુરિયન જોસેફનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે પણ અભિપ્રાય આપ્યો હતો કે નિર્ભયા મામલામાં મોતની સજા મેળવનાર યુવાનો છે અને તેના પર દયા દેખાડવી જોઈએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news